Business

આપણે હવે વસ્તી ઘટાડા તરફ જઈ રહ્યા છીએ?

આપણા હિન્દુ ધર્મમાં એવુ કહેવામાં આવ્યું છે કે  દરેક કપલે ઓછામાં ઓછા બે સંતાનો એટલે કે પુત્રો કે  પુત્રી ઓ નું આ પૃથ્વીને દાન કરવું કરવું જરૂરી છે જેથી માનવ જાતની બેલેન્સ જળવાઈ રહે હાલમાં જ શીલાબહેન ભટ્ટ નું ચર્ચાપત્ર  સિંગલ ચાઈલ્ડ ની સમસ્યા વિશે વાંચ્યું ત્યારે થયું કે ખરેખર આપણે હવે વસ્તી ઘટાડા તરફ જઈ રહ્યા છીએ આજના યુવાનો કે યુવતીઓ મોડા લગ્ન કરે છે અને લગ્ન થયા બાદ પણ સંતાનો લાવવાનું તાળે છે અને લાવે તો પણ એકાદ જ સંતાનથી ચલાવી લે છે હાલની સમસ્યા એ  છે કે પહેલેથી જ છોકરાઓ કરતાં છોકરી ઓછી હોય કેટલાય યુવાનો કુંવારા છે અને હવે ભણેલા કપલો કરિયર બનાવવા સિંગલ સંતાન લાવવાની પરંપરા ચાલુ કરી છે તે  આગળ જતાં અનેક સમસ્યાઓ ઊભી કરશે આજના કપલોના સિંગલ સંતાન લાવવાનો ક્રેઝ એ આવનાર સમયમાં વસ્તી નો ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થવા તરફ જઈ રહ્યો છે જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં યુવાઓની સંખ્યા ઓછી હશે અને વૃદ્ધો ની સંખ્યા વધારે હશે તે સમાજના હિત માં નથી
સુરત     – વિજય તુઈવાલાઆ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top