Trending

હોલી હૈ … ઓહ નો કોરોના હૈ …. આ વર્ષે સુરતીઓ શું કરશે મિસ?

આજ ન છોડેગે…હમ તેરી ચોલી, ખેલેંગે હમ હોલી ‘કટી પતંગ’ ફિલ્મનું આ ગીત સાથે હોળી રમવાનો કઈક અલગ જ અંદાજ દર્શાવે છે. ‘’રંગ બરસે ભીગે ચૂનરવાલી. રંગ બરસે,’’ વગેરે જેવા ગીતોનઆ બહાર મોટા અવાજે ચાલી રહેલા માહોલથી જ સમજી જતાં કે હોળીનો તહેવાર નજીક છે. જો કે કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં આ વર્ષે પહેલાની જેમ એકબીજાને રંગવાનો આનંદ હવે ક્યાથી મળવાનો ? બસ આમ જ ‘રંગ બરસે, હોલિયાં મેં ઊડે રે ગુલાલ, બલમ પિચકારી.’ એ ફક્ત સાંભળવા પૂરતું જ રહી જશે. સુરતમાં આ રંગોનો ત્યોહારની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસથી થતી હોય છે. અનેક જગ્યાએ કાર્યક્રમો, પિચકારી અને રંગોની ખરીદીની ભીડ , બાળકોની તો કેટલાય દિવસ પહેલાની ધૂળેટી આવી જતી હોય છે કીટ્ટી પાર્ટ્ટીમાં સેલિબ્રેશન આવી તો અનેક ચમક આ વર્ષે નહીં જોવા મળશે. ચાલો જાણીએ આગલા વર્ષેની સરખામણીમાં આ વર્ષે સુરતીઓ શું મિસ કરશે ?

ખરીદી પર અસર
હોળી ધૂળેટી નજીક આવે એટલે મહિનાઓ અગાઉ બજારોમાં અવનવી પિચકારી, રંગો બાળકો માટેના અવનવા ફુગ્ગા જોવા મળતા હોય છે અને બાળકો માટે તો ધૂળેટી આમ જોવા જઈએ તો પંદરદિવસ અગાઉથી જ શરૂ થઈ જતી હોય છે. આથી સુરતના બજારોમાં પંદર દિવસ અગાઉથી જ ખરીદી જામતી હોય છે. જો કે આ વર્ષે જોવા જઈએ તો કોરોના મહામારીના લીધે પિચકારી અને રંગોની ખરીદીમાં મોટો ફટકો પડ્યો છે. સુરતના પિચકારી અને રંગોની દુકાનો ખાલીખમ જોવા મળી રહી છે.

ફ્રેન્ડ્સ સાથેની હોળીને બદલે મેસેજ દ્વારા શુભેચ્છા
આ વર્ષે સરકારે કોરોનાને લીધે ધૂળેટી રમવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આથી આ વર્ષે સુરતીઓ ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ધૂળેટી રમવાને બદલે સોશ્યલ મીડિયા કે વોટ્સઅપ દ્વારા જ એકબીજાને ધૂળેટીની શુભેચ્છા પાઠવશે.

સ્કૂલ કોલેજમાં રમાતી ધૂળેટી
ધૂળેટી નજીક આવે એટલે સ્કૂલેથી છૂટયા બાદ એકબીજા પર પાણીની બોટલો ઢોળવી, ફુગ્ગાઓ ફેકવા જેવી મસ્તીઓ બાળકોની અઠવાડીયા અગાઉ શરૂ થતી હોય છે તો બીજી બાજુ કોલેજમાં પણ ખાસ હોળી ધૂળેટીની રજા હોય છે આથી કોલેજીયનો રજાના આગલા દિવસે એકબીજા ફ્રેન્ડ્સ સાથે મન મૂકીને ધૂળેટી રમી લેતા હોય છે. જો કે આ વર્ષે સ્કૂલ કોલેજ બંધ હોવાથી બાળકો આ પળ પણ ખાસ મિસ કરશે.

ફાર્મ હાઉસ કે કિટ્ટી પાર્ટીઓ
સુરતીઓને તો બસ સેલિબ્રેશન માટેનું એક બહાનું જ કાફી હોય છે. ઉજવણીનો કોઈ પણ મોકો સુરતીઓ મુક્તા નથી. ખાસ હોળી ધૂળેટીમાં બે દિવસની રજા હોય છે અને એમાય જો નસીબ જોગે વિકેન્ડ પર આ રજાઓ ભળે તો તો સુરતીઓનું મીની વેકેશન જ સમજી લોને!! અને ઉપડી પડે ફાર્મ હાઉસ પર. મહિલાઓ પણ પોતાના ફ્રેન્ડ્સ ગ્રૂપ સાથે ધૂળેટી પ્રિ સેલિબ્રેશન કરતાં હોય છે. જેમાં અવનવી ગેમ્સ, મસ્તી ધમાલ અને સેલફી તો હોય જ. આ બધુ પણ આ વર્ષે સુરતમાં નહીં જોવા મળે.

સોસાયટી અને બિલ્ડિંગની ઉજવણી
ધૂળેટીનો તહેવાર ફકત બાળકોને જ નહીં પણ નાનાથી લઈ મોટેરાઓ દરેકનો પ્રિય હોય છે. આથી સુરતની મોટા ભાગની સોસાયટી બિલ્ડીંગોમાં રહીશો ભેગા મળી આ તહેવાર ઉજવાતા હોય છે. આ વર્ષે સુરતીઓ આ સોસાયટી અને બિલ્ડીંગની ધમાલ મસ્તી પણ મિસ કરશે.

સુરતના થતાં અલગ અલગ કાર્યક્રમો રદ
સુરતમાં ના માત્ર સોસાયટી બિલ્ડીંગ, ફાર્મ હાઉસમાં ધૂળેટી ઉજવાતી હોય પણ આ સિવાય ઘણાય અલગથી આયોજનો થતાં. જેમાં ટામેટા, કાદવ, પાણી, કલર, ફ્લાવર જેવી અલગ અલગ ધૂળેટીના પણ કાર્યક્રમો યોજાય છે. જો કે આ વર્ષે આ તમામ કાર્યક્રમો રદ થશે. આથી સુરતીઓ આવા કાર્યક્રમો કે જેમાં અલગ અલગ ગેમ્સ, ફૂડ, મસ્તી, ડાન્સને પણ મિસ કરશે. સાથે દર વર્ષે સુરતીઓ ધૂળેટી રમ્યા બાદ ડિનર માટે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે રેસ્ટોરમાં ભીડ ઉમટી પડતી આ વર્ષે રાત્રી કર્ફ્યુને લઈને આ પણ શકય બનશે નહીં.

સુરતીઓ શું મિસ કરશે ?
ફ્રેન્ડ્સ સાથેની રંગોની મસ્તી
સ્કૂલ કોલેજની ઉજવણી
ધમાકેદાર ખરીદી
ધૂળેટી રમ્યા બાદ સાંજે રેસ્ટોરનું ડિનર
કિટ્ટી પાર્ટી કે ફાર્મ હાઉસની ઉજવણી
સુરતમાં થતાં નાના મોટા આયોજનો

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top