Trending

સુરતીઓમાં યોગા ટ્રેન્ડ : એકબીજા પરનો ટ્રસ્ટ વધારવા માટે અને કોરોના કાળમાં સ્વાસ્થ્ય માટે મદદરૂપ

કોરોના કાળમાં બદલતા સમય સાથે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો પડી છે. સમય સાથે જ્યારે લોકોનું વર્ક આઉટ અને શિડ્યૂલ પણ બદલાઈ ગયું છે ત્યારે સુરતીઓ હવે ખુશ અને સ્વસ્થ રહેવા માટે યોગા તરફ વળ્યા છે. સામાન્ય યોગાથી અલગ લોકો હવે ફક્ત ફીટ રહેવાની સાથે પણ એકબીજા પરનો ટ્રસ્ટ અને કમ્યુનિકેશન જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારના યોગાસન તરફ વળ્યા છે. જાણો સુરતમાં છવાયેલા આ યોગાના નવા ટ્રે્ન્ડ વિશે…

1) એક્રોયોગા

એકબીજા પરનો ટ્રસ્ટ વધારવા માટે એક્રોયોગા

કોરોનાના સમયમાં ફિટ રહેવા માટે અને માણસ માણસ પરનો વિશ્વાસ અને કમ્યુનિકેશન વધારવા માટે સુરતીઓ એક્રો યોગા કરી રહ્યા છે. એક્રો યોગા એક પાર્ટનર બીજા પાર્ટનર ઉપર ઉભા રહીને કરાય છે. જેમાં બેલેન્સ, ટ્રસ્ટ, સાયલન્ટ કમ્યુનિકેશન ખુબ અગત્યનો ભાગ ભજવે છે. આ યોગા પરપોર્મ કરવાથી બે પાર્ટનર વચ્ચે ટ્રસ્ટ અને કમિટમેન્ટ વધે છે. આ સાથે કોન્સન્ટ્રેશન, કોન્ફિડન્સ, ક્વિક ડિસીશન, ફિફર મેનેજમેન્ટ જેવી સ્કીલ્સ પણ ડેવલપ થાય છે. આ એરોબિક્સ અને યોગાનું મિશ્રણ છે. જેમાં ફ્રન્ટ બર્ડ, બો એન્ડ એરો, વ્હેલ, સ્ટાર સાઈડ વ્યૂ અને નોન એલ જેવા પોઝ કરવામાં આવે છે,

2) એક્વા યોગા

થાક અને કંટાળો દુર કરવા માટે એક્વા યોગા

એક્વા એટલે પાણી. એક્વા યોગ એ ખાસ તો યોગ થેરપીના ભાગરૂપે કરવામાં આવે છે. થાક અને કંટાળો પાણીમાં જતાં જ દૂર થાય છે. તમારું શરીર હવે હળવું બની જાય છે. એક્વા યોગ એ વધારે તો ફન યોગ છે. આ યોગામાં પાણીમાં બંને હાથ અને પગની જેન્ટલ મુવમેન્ટ્સ કરીને શરીરને પાણી સાથે વૉર્મઅપ કરી શકાય. એક વાર શરીરને પાણીમાં રહેવાની ટેવ પડે એટલે પાણીમાં આસન કરવાનું શરૂ કરવું. જો તરતાં આવડતું હોય તો મત્સ્યાસન, પદ્માસન પણ કરી શકાય. એ બહુ જ જેન્ટલ યોગાસન પ્રેક્ટિસ છે, જેથી કોઈ ઈજા કે ઓવરસ્ટ્રેચિંગનો ડર રહેતો નથી. આ યોગા શરીરમાંથી સ્ટ્રેસ,થાક અને ટેન્શન દૂર કરે છે. પાણીમાં લાંબો સમય રહેવાથી મસલ્સ રિલેક્સ થવાથી ઊંઘમાં સુધારો થાય છે.

3) એરિયલ યોગા

એરિયલ યોગ એ એક યોગ છે જે આખા શરીર માટે સમાનરૂપે કામ કરે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. એરિયલ યોગને એન્ટી ગ્રેવીટી યોગ તરીકે પણ ઓળખે છે. આનું કારણ એ છે કે હવામાં લટકીને યોગનો અભ્યાસ કરવામાં આવે છે. આ યોગ કરવા માટે, પહેલા તેના ઉપર કપડા બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તે શરીર ઉપર લપેટવામાં આવે છે અને જુદા જુદા યોગ મુદ્રાઓ કરવામાં આવે છે. નિયમિત રીતે એરીયલ યોગ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. એરિયલ યોગ કરવાથી પીઠ અને કમરના દુખાવામાં રાહત મળે છે. કરોડરજ્જુને મજબૂત બનાવે અને વર્ટિકલ ડિસ્ક લુબ્રિકેટ કરે છે. એરિયલ યોગ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એરિયલ યોગ કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર અને લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top