Vadodara

હિના ઉર્ફે મહેંદી મર્ડર કેસ : હત્યારા સચીનના છ દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા : પોતાના જ સંતાનની માતા બનાવ્યા બાદ પ્રેમિકા સાથેના ગૃહકલેશમાં ઉશ્કેરાતા સચીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી તે ફ્લેટમાં બાપોદ પોલીસે દોઢ કલાક રિકન્સ્ટ્રકશન કરીને ગુનાની ખૂટતી કડીઓ પુરાવાસહ મેળવી હતી અને હત્યારાના કોર્ટમાંથી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ફુલ જેવા માસુમ િશવાંશને તરછોડી દેવાની ઘટનામાં કરપીણ હત્યાનો ભેદ પર્દાફાશ કરતી ગાંધીનગર પોલીસે આરોપી સચીન નંદકિશોર દિક્ષીતના (ગ્રીનફિલ્ડ, સેક્ટર 26, ગાંધીનગર) 3 દિવસના રિમાન્ડ મુદત પુરી થતા કોર્ટે 15 હજારના બોન્ડ પર બિનશરતી જામીન મુક્ત કર્યાે હતો. બાપોદ પોલીસે હત્યાના ગુનામાં ટ્રાન્સફર વોરંટતી ધરપકડ કરીને વડોદરા લાવી હતી.

પીઆઈ યુ.વી. જોષીએ કાનૂની કાર્યવાહી બાદ આજે સવારે નરાધમ સચીનને લઈને રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય તકરારથી હત્યા અને બાદ પુત્રને લઈને વડોદરા છોડવા સુધીની તમામ ઝીણામાં ઝીણી વિગત અઁઘએ ઊંડી પૂછપરછ પોલીસે કરી હતી. અને બપોર બાદ આરોપી સચીનને કોર્ટમાં રજૂ કર્યો હતો. 14 મુદ્દાની રિમાન્ડ અરજી ન્યાયધીશ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. સરકારી વકીલ તરૂણ દેસાઈએ તિવ્ર દલીલો કરતાં જણાવ્યું હતું કે, મહેંદી ઉર્ફે હિનાને અમદાવાદના બોપલ સ્થિત બાલાજી ફ્લેટ અને મણીપુરના રો હાઉસમાં હત્યારાએ રાખીને શરીર સંબંધ બાંધ્યા છે.

આરોપીએ અત્યાર સુધીમાં કરેલ તમામ નોકરીની વિગતો બેંક ખાતાની તપાસ, મોબાઈલ્સના કોલ ડિટેઈલ્સ કઢાવવાની બાકી છે. ડ્રાઈવઈન રોડ પરના હિમાલયા મોલમાં ટેટુના સ્ટોલ પર કામ કરતો લાલભાઈ કોણ ઓછે તે સંદર્ભે પૂછતાછ કરવાની છે. મૃતકની પ્રસૂતિ સંગીતા હોસ્પિટલમાં થઈ હતી તે તપાસ બાકી છે. આરોપી શહેરમાં ફતેગંજ સ્થિત પત્રકાર કોલોનીમાં પેઈંગ ગેસ્ટ રહ્યો હતો. તેમજ અમદાવાદમાં બે સ્થળોએ પોતાના નામે ભાડા કરાર કરીને મહેંદીને મકાન અપાવ્યું હતં.બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતાને લક્ષમાં રાખતા ન્યાયધીશે છ દિવસના રિમાન્ડ મંડૂર કરીને આરોપીને પોલીસ કસ્ટડીમાં સોંપતા વધુ તપાસનો આદેશ આપ્યો હતો.

Most Popular

To Top