Gujarat

રાજકોટના રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા પોસ્ટર ચોંટાડાયા, અમદાવાદમાં લાઠીચાર્જ

રાજકોટ: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશ-વિદેશમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ સુધી આ વિવાદ પહોંચી ગયો છે. રાજકોટ શહેરના રૈયા રોડના આઝાદ ચોકમાં રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ નૂપુર શર્માનો વિરોધ કરવા માટે અજાણ્યા દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ગત મોડી રાત્રે લગાવવામાં આવ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પોસ્ટરમાં નૂપુર શર્માના ફોટો પર ફૂટ પ્રિન્ટ કરેલી પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. ઘટના પછી પણ રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી છે. અનિચ્છનીય ધટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મુકવો જરૂરી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે રસ્તા પર લગાવેલા પોસ્ટર ઉખાડવા કામગીરી શરૂ કરી હતી.

અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્માના નિવેદન સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવતા પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. મળતી માહિતી મુજબ મહિલા અને પુરુષ આગેવાનો સહિત 20 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી. 

  • પોસ્ટરમાં નૂપુર શર્માના ફોટો પર ફૂટ પ્રિન્ટ કરેલી પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે
  • આ અગાઉ વડોદરા, સુરત તથા અમદાવાદમાં લોકોએ રસ્તા પર નૂપુર શર્મા વિવાદને લઈ તેઓનો વિરોઘ કરવા પોસ્ટર્સ ચોંટાડયા હતા

આ અગાઉ વડોદરા, સુરત તથા અમદાવાદમાં લોકોએ રસ્તા પર નૂપુર શર્મા વિવાદને લઈ તેઓનો વિરોઘ કરવા પોસ્ટર્સ લઈને ઉતર્યા હતા તેમજ બજાર બંઘ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે આ વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં નૂપુર શર્માના વિરોધ સાથે રોડ પર પોસ્ટર લાગ્યા હતા. રોડ પર લાગેલા પોસ્ટરમાં નૂપુર શર્માના મોઢા પર ચોકડી પણ મારી હતી. બીજી તરફ સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે.

ભિવંડી પોલીસે પ્રવક્તા નૂપુર શર્માને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું
જણાવી દઈએ કે મહારાષ્ટ્રની ભિવંડી પોલીસે મોહમ્મદ પયગંબર વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીના સંબંધમાં સોમવારે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માને તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું છે. રઝા એકેડમીના પ્રતિનિધિ દ્વારા 30 મેના રોજ નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે ભિવંડી પોલીસે શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ અગાઉ થાણેની મુંબ્રા પોલીસે નૂપુર શર્માને 22 જૂને હાજર થવા જણાવ્યું હતું.

Most Popular

To Top