National

ઉદયપુરના કોંગ્રેસના નેતાના 21 વર્ષીય પુત્રએ PUBGના કારણે મોતને વ્હાલું કર્યું

ઉદયપુર: ચાઇનાની કંપની ટેન્સન્ટની માલિકીની PUBGએપ 2017માં ભારતીય બજારમાં (Inian Market) પ્રવેશી. ગણતરીનાં વર્ષોમાં જ PUBGએ દેશની સૌથી વધુ ડાઉનલોડ (Download) થયેલી અને સૌથી વધુ રમાયેલી મોબાઇલ ગેમ્સમાં (Mobile Game) સ્થાન મેળવી લીધું. આ ગેમિંગ એપ (APP) પ્રત્યેના લોકોના વળગણના કારણે ભારતમાં ઘણાં અનિચ્છનીય બનાવો બન્યા હતા. આજે આવો જ એક કિસ્સો રાજસ્થાનના (Rajathan) ઉદયપુરમા ધટયો છે. ઉદયપુરમાં જિલ્લા પરિષદ સભ્ય અને કોંગ્રેસના નેતા (Congres leader) કામિની ગુર્જરના 21 વર્ષના પુત્ર પ્રથમ ગુર્જરે મોતને વ્હાલું (Suiside) કરી લીઘું છે.

  • મળતી માહિતી મુજબ સુસાઈડ PUBG ગેમમાં કોઈ પણ ચેલેન્જને ન પૂરી શક્વાના કારણે કર્યું
  • હાલમાં પ્રથમનો મોબાઈલ લોક, લોક ખુલ્યા પછી મોતને કયાં કારણસર વ્હાલું કર્યું તેની માહિતી પ્રકાશિત થવાની સંભાવના
  • પરિવારજને તેને કોઈ પણ રીતનો તણાવ હોવાથી ઈન્કાર કર્યો

જાણકારી મળી આવી છે કે તેણે સુસાઈડ PUBG ગેમમાં કોઈ પણ ચેલેન્જને ન પૂરી શક્વાના કારણે કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં પ્રથમનો મોબાઈલ લોક છે. લોક ખુલ્યા પછી પ્રથમે મોતને કયાં કારણસર વ્હાલું કર્યું તે અંગેની માહિતી પ્રકાશિત થવાની સંભાવના છે. વઘુમાં પોલીસે જણાવું હતું કે પ્રથમના પરિવારજને તેને કોઈ પણ રીતનો તણાવ હોવાથી ઈન્કાર કર્યો છે. પરંતુ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે મોબાઈલ પર ગેમ વધુ રમતો હતો અને કદાચ આ ગેમ PUBG જ હતી.

હિરણમગરીના સેક્ટર-4ના રહેવાસી પ્રથમના પિતાના રિપોર્ટને લઈને હિરણમગરી પોલીસ સ્ટેશનના સબ ઈન્સેક્ટર લક્ષ્મણ સિંહે કહ્યું- પરિવારે કહ્યું છે કે રાતે જમીને તે તેના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. સવારે 4 વાગ્યે તેની દાદીએ પ્રથમને વોશરૂમ જતો જોયો હતો. શનિવારે સવારે 8 વાગ્યે ગાર્ડનમાં છોડને પાણી પીવડાવતા-પીવડાવતા પિતાની નજર જ્યારે રૂમમાં ગઈ તો તેમના હોશ ઉડી ગયા.

યુવાઓમાં આજકાલ મોબાઇલ ફોનમાં વીડિયો ગેમ્સ રમવાનું ચલણ વધી રહ્યું છે. પ્રત્યેક સેકન્ડે બદલાઈ રહેલી મોબાઇલ ફોનની ટેક્નોલોજીમાં રોજેરોજ નવી-નવી ગેમ્સ લોન્ચ થઈ રહી છે. તેમાં પણ પબજી ગેમ પાછળ તો યુવાઓ એટલી હદે ઘેલા થયા છે કે આ ગેમ રમવામાં તેમને સમયનું પણ ભાન નથી રહેતું. યુવાઓને પબજી ગેમ માટે ડ્રગ્સ જેવી લત લાગી ગઈ છે

Most Popular

To Top