Gujarat Main

રેલવેએ ગુજરાતમાંથી પસાર થતી આ ટ્રેનો રદ્દ કરી

કોરોનાનો કહેર વધતા એક તરફ ગુજરાતનાં (Gujarat) મુખ્ય શહેરોમાંથી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે ત્યારે હવે મજૂરો ઉપર ટ્રાન્સપોર્ટેશનના લિમિટેડ સાધનોનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. રેલવે (Railway) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હાલની પરિસ્થિતિને જોતા આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. આમાની કેટલીક ટ્રેનો જે ગુજરાતમાંથી પસાર થતી હતી તે પણ રદ્દ થઈ છે. સાથે જ આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ ટ્રેનો (Trains) રદ કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલથી ટ્રેનો બંધ કરવામા આવનાર છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર સહિત દેશભરમાં વધી રહેલા કોવિડના કેસોને પગલે ભારતીય રેલવેએ આ નિર્ણય કર્યો છે. જાણો ગુજરાતમાંથી પસાર થનારી કઈ ટ્રેનો રદ્દ કરાઈ..

આ ટ્રેનો 19 એપ્રિલથી રદ્દ કરાઈ

  • 09007 સુરત – ભુસાવલ સ્પેશિયલ
  • 59 2959 વડોદરા – જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ
  • 60 2960 જામનગર – વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ
  • 09258 વેરાવળ – અમદાવાદ સ્પેશિયલ
  • 09323 આંબેડકર નગર – ભોપાલ સ્પેશિયલ
  • 09340 ભોપાલ – દાહોદ સ્પેશિયલ

આ ટ્રેનો 20 એપ્રિલથી રદ્દ થશે

  • 09257 અમદાવાદ – વેરાવળ સ્પેશિયલ
  • 09008 ભુસાવલ – સુરત સ્પેશિયલ
  • 09077 નંદુરબાર – ભુસાવલ સ્પેશિયલ
  • 09078 ભુસાવલ – નંદુરબાર સ્પેશિયલ
  • 09339 દાહોદ – ભોપાલ સ્પેશિયલ
  • 09324 ભોપાલ – આંબેડકર નગર સ્પેશિયલ

દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉનની શક્યતા પ્રબળ બની ગઈ છે. અનેક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યાં છે. મોટાપાયે કામદાર વર્ગે પણ વતન તરફની વાટ પકડી છે. આવામાં રેલ સેવા પર ફરી અસર દેખાઈ રહી છે. દરમ્યાન રેલવે દ્વારા માસ્ક ન લગાવનાર મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો સાથે જ પ્લેટફોર્મ પર થૂંકનારા લોકોને પણ દંડ કરવામાં આવી રહ્યો છે. સુરત અમદાવાદ જેવા શહેરોમાં રેલવે સ્ટેશન પર મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

સુરતમાં યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડના કામદારો ગભરાયા છે. ખાસ કરીને સુરતમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં પરિવારજનો સાથે રહેતા કામદારો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે. રેલ્વે દ્વારા કન્ફર્મ ટિકિટ થકી એક ટ્રેનમાં 1500 મુસાફરોની છૂટ આપવામાં આવી છે.  આશરે 10 હજાર કામદારો સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી વતને હિજરત કરી રહ્યા હોવાથી સુરત અને ઉધના સ્ટેશન પ્રવાસી કામદારોથી ઉભરાઇ રહ્યા છે. સુરત- ભાગલપુર, સુરત-મુઝફ્ફરપુર, ઉધના-દાનાપુર અમદાવાદ-પુરી, બાંદ્રા-લખનૌ, વડોદરા-વારાણસી મહાનામાં એક્સપ્રેસ, વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ, વલસાડ-પટના એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ અને હોલીડે સ્પેશલ ટ્રેનોમાં કામદારો મોટી સંખ્યામાં વતને જઇ રહ્યા છે.

Most Popular

To Top