Gujarat

અમરેલીના ખેડૂતોએ માવઠાથી નુકસાન માટે સરકારી સહાયની માગ કરી

રાજકોટ: રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના (Rain) કારણે ઉનાળુ પાકને મબલખ નુકશાન થયું છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે તેવી રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે હિરા સોલંકીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવાનો પણ નિર્ણય લીધો છે.

અમરેલી જિલ્લામાં ફાગણમાં અષાઢી માહોલ જોવા મળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે.
ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, ‘મારા વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ગઈકાલે મને રજૂઆતો મળી છે. કમોસમી વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું છે. મુખ્યમંત્રીને પ્રત્યક્ષ મળીને રજૂઆતો કરવાનો છું. ખેડૂતોને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયત્ન કરીશું.’

Most Popular

To Top