Gujarat Election - 2022

ગુજરાત ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

ગાંધીનગર: પ્રથમ તબક્કાની ચૂંટણીના (Election) આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આવતીકાલે સંકલ્પ પત્ર જાહેર કરવામા આવનાર છે. ખાસ કરીને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સરકારી ભરતી , યુવાઓ, મહિલાઓ, રોજગારી, ખેતી અને ખેડૂતો માટે નવી જાહેરાતો થઈ શકે છે. ભાજપની નેતાગીરી દ્વ્રારા 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંકલ્પ પત્ર માટે ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી સૂચન પેટી મૂકવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન મેળવવામાં આવ્યા હતા.

Most Popular

To Top