Gujarat

રાજ્યમાં વકરી રહ્યો છે કોરોના, આટલા કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી નવા કેસની સંખ્યા 100 થી વધુ નોધાઈ રહી છે. રાજ્યમાં આજે નવા 555 કેસ નોંધાયા હતા. આજે 482 દર્દીઓ સાજા (Patient Recover) થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 97.22 ટકા પર આવ્યો છે. જ્યારે આજે માત્ર 5 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જ્યારે અમદાવાદ (Ahmedabad) મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ કુલ મૃત્યુઆંક 4416 થયો છે. રાજ્યમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.22 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 126, સુરત મનપામાં 90, વડોદરા મનપામાં 89, રાજકોટ મનપામાં 35, ભાવનગર મનપામાં 14, ગાંધીનગર મનપામાં 7, જામનગર મનપામાં 7 અને જૂનાગઢ મનપામાં 5 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 3212 વેન્ટિલેટર ઉપર 41 અને 3171 દર્દીઓ સ્ટેબલ છે.

રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કેસો કાબુમાં આવ્યા હતા. જો કે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 555 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,66,313 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15,01,253 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,57,654 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top