Gujarat

તાલાલાના તત્કાલીન કોંગી સભ્યનું સભ્ય પદ પણ રદ થયું હતું, ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા સભ્યપદ યથાવત હતું

ગાંધીનગર: સુરતમાં (Surat) માનહાનિના કેસમાં હજુ ગઈકાલે જ કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કર્ણાટકમા વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે આજે લોકસભામાં તેમનું સભ્યપદ રદ કરી દેવાયુ છે. જેના પગલે કોંગ્રેસ (Congress) તથા ભાજપ (BJP) આમને સામને આવી ગયા છે. લોકસભાની અંદર તથા બહાર હવે કોંગ્રેસ લડાયક મૂડમાં આવી ગઈ છે. જો કે ગુજરાત પર નજર કરીયે તો આવી સ્થિતિ સર્જાતા સ્હેજમાં રહી ગઈ છે. નહીં તો, ગુજરાતમાં ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોને સભ્યપદ ગુમાવવાનો આવે તેમ હતું.

ભાજપના સીનીયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2017ની વિધાનસભાનીચૂંટણી 327 મતોથી જીત્યા હતા.કોંગીના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ચૂંટણીને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારી હતી.તેમણે રીટમાં એવો આક્ષેપ કર્યો હતો કે , મત ગણતરી કરવામાં કયાંક ક્ષતિ રહી ગઈ છે. 429 જેટલા બેલેટ મતોધ્યાને લેવાયા નથી. એટલું જ નહીં રિટર્નીંગ ઓફિસર સામે પણ આક્ષેપો કર્યા હતા.આ રીટની આખરી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુડાસમાની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો.જયારે રિટર્નીંગ અધિકારી ધવલ જાની સામે પગલા લેવાની પણ ભલામણ કરી હતી.જોકે ચુડાસમાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી.જેના પગલે સુપ્રીમે આ આદેશને સ્ટે કરી દીધો હતો. જો આ સ્ટેનો આદેશના થયો હોત,તો ચુડાસમાને પોતાનું સભ્ય પદ ગુમાવવાનો વારો આવતો.

રૂ.54 કરોડની ખનિજચોરી મામલે પોરબંદરની સ્પે.કોર્ટ દ્વારા આખરી આદેશ 15 જુન 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ.5000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી.. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી કોંગ્રેસે માંગણી કરી હતી.અલબત્ત, તે વખતે પણ બોખિરીયાનું સભ્ય પદ સરદ થયુ નહોતુ. તેમણે સજા હુકમ સામે અપીલ કરી દીધી હતી.

સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી રૂ.2.83 કરોડની ખનીજ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો.જેમાં અ્યની લીઝનો ઉપયોગ કરીને તેના બદલે બીજે ખનીજ ચોરી કરાઈ હતી. આ કેસમાં સુત્રાપાડાના સ્પે, જ્જે કોંગીના ધારાસભ્ય ભગા બારડને 23 મૌખીક પુરવાઓ તથા 40 દસ્તાવેજી પુરવાઓને આધારે બે વર્ષ તથા નવ માસની સજા ફટકારી હતી. તત્કાલીન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પે. કોર્ટના આદેશ બાદ કોંગીના સભ્યભહા બારડનું સભ્યપદ રદ કર્યુ હતું. જો કે પાચળથી ભગા બારડે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરતાં કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદસૂત્રાપાડા કોર્ટનો આદેશ સ્ટે કર્યો હતો . આ સ્ટે.નો આદેશ અધ્યક્ષ રજુ કવામાં આવતા રાજેન્દ્ર ત્રિવેદીએ સભ્ય પદ રદ કરવાનો આદેશ પાછો સભ્ય પદ યથાવત રાખ્યુ હતું.

સુપ્રિમ કોર્ટના ચૂકાદા પ્રમાણે બે વર્ષથી વધુ સજાના કેસમાં સાંસદ કે ધારાસભ્યનું સભ્ય પદ રદ્દ થાય છે. 1951ના લોક પ્રતિનિધત્વ ધારાની કલામ 8 (3) મુજબ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ ને કોઈ પણ કેસમાં બે વર્ષથી ઓછી ના હોય તેવી સજા મળે તો તે પ્રતિનિધિને સજા મળે તે દિવસથી જ ગેરલાયક ઠેરવી શકાય છે. સુરતની સ્પે.કોર્ટે 4 વર્ષ જુના માનહાનિ કેસમાં કોંગીના સાંસદ રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાના એલાન બાદ આજે રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે.

ગુજરાતના વિધાનસભાના સેક્રેટરી ડીએમ પટેલને પૂછતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આવા ત્રણ કિસ્સા બન્યાં છે, જે પૈકી ભૂપેન્દ્રસિંહ તેમજ બાબુ બોખિરીયાના કેસમાં સ્ટે હોવાથી તેઓનું સભ્યપદ જતા જતા રહી ગયું હતું, જ્યારે ભગા બારડના કેસમાં રદ કરવામાં આવ્યું હતું પરંતુ અદાલતનો મનાઇહુકમ હોવાથી તેમને ફરીથી સભ્યપદ પાછુ મળ્યું હોવાનો દાખલો છે.

Most Popular

To Top