National

સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ તિસ્તા સેતલવાડને પકડવા ગુજરાત ATS મુંબઈ પહોંચી

મુંબઈ: 2002ના ગુજરાત(Gujarat) રમખાણો(Riots) પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) ના નિર્ણયના બીજા જ દિવસે ગુજરાત ATSની બે ટીમો મુંબઈ(Mumbai)માં તિસ્તા સેતલવાડ(teesta setalvad)ના ઘરે પહોંચી છે. ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની તપાસ કરવા ATSની ટીમ પૂછપરછ માટે તેને અમદાવાદ(Ahmedabad) લઈ જશે. મળતી માહિતી મુજબ તેમને પહેલા મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાત રમખાણોમાં સેતલવાડની NGOની ભૂમિકા અંગે પણ સુપ્રીમ કોર્ટે વધુ તપાસ માટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કરી હતી ટીપ્પણી
ઝાકિયા જાફરીએ ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટે રચેલી SITમાં PM નરેન્દ્ર મોદી સહિત 55 રાજકારણીઓ અને અધિકારીઓને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દેતા કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે SITની તપાસની પ્રશંસા કરી અને કડક ટીપ્પણી કરી કે કાયદા સાથે રમત કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ આપ્યું અને કહ્યું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.

ATS સેતલવાડના ઘરે પહોંચી
મીડિયા રિપોર્ટ્સ છે કે ATS તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. આ પહેલા શનિવારે સવારે એક ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે પણ તિસ્તા સેતલવાડનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે સેતલવાડની એનજીઓ સમગ્ર કેસમાં ખૂબ જ સક્રિય હતી. ગૃહમંત્રીએ તહેલકા મેગેઝિનના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોર્ટે તેને ફગાવી દીધી છે. અમિત શાહના મતે મીડિયાથી લઈને એનજીઓ અને રાજકીય જમાત સુધી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી.

કોણ છે તિસ્તા સેતલવાડ
તિસ્તા સેતલવાડ એક સામાજિક કાર્યકર અને પત્રકાર છે. તે સીટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસ અથવા સીજેપી નામની સંસ્થાની સેક્રેટરી પણ છે. આ સંગઠનની સ્થાપના 2002માં ગુજરાતમાં કોમી રમખાણોના પીડિતોને ન્યાય માટે લડવા માટે કરવામાં આવી હતી. CJP એક સહ-અરજીકર્તા છે જેણે 2002ના ગુજરાત રમખાણોમાં તેમની સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય 62 સરકારી અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે જ ભાજપની નજરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા તિસ્તા સેતલવાડનું સંગઠન સ્થાપવામાં અથવા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top