Gujarat

ગુજરાતમાં એક જ વર્ષમાં 20.66 કરોડનો દારૂ પકડાયો

ગાંધીનગર: વર્ષ 2022 માં દારૂબંધી ભંગના 740 જેટલા કેસ કરી 20.66 લાખનો દારૂ (Alcohol) પકડવામાં આવ્યો છે અને સંબંધીતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2018માં 149, 2019માં 400 કેસ, 2020માં 224 કેસ 2021માં 275 અને 2022માં 740 કેસ કરવામાં આવ્યા છે.

વિધાનસભામાં આણંદ જિલ્લામાં દારૂબંધી ભંગના પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, 31-2-2023ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં 12793 દારૂબંધી ભંગના ગુના નોંધવામાં આવ્યા છે. આ દારૂબંધી ભંગ માટે 13188 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 85 જેટલા શખ્સો પકડવાના બાકી છે. આણંદ જિલ્લામાં 31-12-2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 3964 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં 295 સામે હદપારી તેમજ 63 સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં 517 ગુનાઓ શોધી દેશી વિદેશી 13.50 લાખનો દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી રૂપિયા 25.98 લાખના મુદ્દામાલ સાથે 1266 આરોપીને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી છે આ આરોપીઓ પૈકી કુલ 299 વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. રાજ્યમાં 147 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જે પૈકી 32 ગુનાઓમાં નાસ્તા ફરતા હોય તેવા અને દેશ છોડી ગયા હોય તેવા આરોપીઓ સામે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી યુ. એ. ઈખાતે અટકાયત કરવામાં આવી છે. અને તેની પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top