Gujarat

ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) નવનિયુક્ત પાંચ ન્યાયાધીશનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇએ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ શપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જસ્ટીસ, સિનિયર એડવોકેટ્સ, નવનિયુક્ત ન્યાયાધીશોના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top