Dakshin Gujarat

બારડોલી: છૂટાછેડા લીધા પછી પૂર્વ પતિએ મહિલા સાથે રહેવા જીદ કરી, ન માનતા કર્યો આ હાલ

બારડોલી: બારડોલીના (Bardoli) ઉમરાખ ગામે રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ (Ex Husband) માર મારતાં મહિલાને (woman) ઇજા (Injured) પહોંચતાં હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. મહિલાએ પૂર્વ પતિ વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસમાં (Police) ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • પ્રેમલગ્ન બાદ બંને વચ્ચે અણબનાવ થતાં છૂટાછેડા લીધા હતા
  • તું મારી સાથે કેમ રહેતી નથી? અને મહિલા પાસે રૂપિયા માંગી ધમાલ મચાવી
  • સામાજિક રાહે છૂટાછેડા લઈ લીધાં પછી પણ વારંવાર અમિત ભાવનાના ઘરે આવી ધમાલ કરતો હતો
  • મહિલાએ પૂર્વ પતિ વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નવસારીના ગણદેવીના અમલસાડની વતની ભાવનાબેન વિજયભાઈ હળપતિ સાથે છેલ્લા એક વર્ષથી બારડોલીના ઉમરાખ ગામે શ્રીવંતા રો-હાઉસમાં એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. વર્ષ-2019માં ભાવનાએ અમિત નરેન્દ્રભાઈ જીંજુવાડિયા (હાલ રહે., ગોલ્ડન પ્લાઝા, કામરેજ ચાર રસ્તા, જિ.સુરત, મૂળ રહે., મહુવા, જિ.ભાવનગર) સાથે પરિચય થતાં સુરત ખાતે મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. અમિત તેણી સાથે વારંવાર લડાઈ ઝઘડો કરી માર મારતો હોવાથી તા.15-12-2021ના રોજ સામાજિક રાહે છૂટાછેડા લઈ લીધાં હતાં. તેમ છતાં વારંવાર અમિત ભાવનાના ઘરે આવી ધમાલ કરતો હતો.

15મી માર્ચની સાંજે ભાવના ઘરે તેના પુત્ર સાથે હાજર હતી, ત્યારે અમિત ત્યાં આવ્યો હતો અને તું મારી સાથે કેમ રહેતી નથી? તું મને રૂપિયા આપ એમ કહી ગાળાગાળી કરી માર મારવા લાગ્યો હતો. ભાવનાને ચક્કર આવતાં તેને તાત્કાલિક બારડોલીની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવી હતી. રજા આપ્યા બાદ તેણીએ આ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અમિત જીંજુવાડિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top