Gujarat

જેલમાં રહી MBA સહિત 31 ડિગ્રી મેળવી આ ડોકટરે બનાવ્યો છે અનોખો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ: ભણવાની (Study) તેમજ શીખવાની કોઈ ઉંમર (Age) હોતી નથી એવું આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ આ વાતને હકીકતમાં બદલનાર છે ગુજરાતના (Gujarat) અમદાવાદમાં (Ahmedabad) 10 વર્ષની સજા ભેગવી રહેલ કેદી. આ શખ્શે જેલમાં રહીને અનોખી સિદ્ઘીઓ પ્રાપ્ત કરી છે જે લોકોને પ્રેરણા આપે છે. ચોંકાવનારી વાત તો એ છે કે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ વગેરેમાં આ ડોકટરની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે.

અમદાવાદમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટમાં 10 વર્ષની સજા ભેગવી રહેલ કેદીએ જેલમાં રહીને અનોખી સિદ્ધિ મેળવી પોતાના જીવનને નવી દિશા આપી છે આ સાથે લોકોને પ્રેરણા પણ આપી છે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ વગેરે દ્વારા આ કેદીએ જેલમા રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેની નોંધ લેવામાં આવી છે. જેલમાં રહી ડોકટરની સિદ્ઘી મેળવનાર ડો.ભાનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘મારું જીવન પરિવર્તન કરનાર અને જ્યાં મેં 8 વર્ષ 3 મહિના અને 26 દિવસ વિતાવ્યા છે એ અમદાવાદ મધ્યસ્થ જેલને અર્પણ’. આપણે પુસ્તકો વાંચતા હોઈએ છે પરંતુ પુસ્તકની આવી શરૂઆત ભાગ્યે જ જોવા મળે છે. આ ડૉક્ટર સજા ભોગવ્યા પછી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કન્સલ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. તેમના નામે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. તેમણે જેલમાં રહીને આઠ વર્ષમાં 31 ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ મેળવ્યાં છે.

જેલમાંથી બહાર આવીને પણ આ ડોકટરે બીજી 23 ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ મેળવી કુલ સંખ્યા 54 પર પહોંચાડી છે. તેમણે કહ્યું હતું કે હું જેલમાંથી મુક્ત થયો પછી ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (GNLU), ગાંધીનગર ખાતે એક વર્કશોપમાં ભાગ લેવા ગયો હતો, ત્યાં એક દક્ષિણ ભારતના રાજ્યની જેલના વડા ઉપરાંત ગુજરાતની જેલોના તે સમયના વડા પી. સી. ઠાકુરે મને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, મારે મારી જેલમાં મેળવેલા શૈક્ષણિક સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખવું જોઈએ, જેથી અન્ય કેદીઓ, વિદ્યાર્થીઓ અને જીવનમાં કંઈક કરવા માંગતા લોકોને પ્રેરણા મળે.

તેમણે તેઓની નિવૃત્ત થયા બાદ લૉકડાઉનમાં પુસ્તક લખવાની તક લઈ લીધી. ​​​​​​​ભાનુભાઈએ લૉકડાઉનમાં ત્રણ ભાષામાં ત્રણ પુસ્તક થઈ કુલ નવ પુસ્તક લખ્યાં છે. જેમાં તેઓનું પહેલું પુસ્તક જેલના સળિયા પાછળની સિદ્ધિ, પછી મારી જેલયાત્રા-એક અતુલ્ય સિદ્ધિ પુસ્તક લખ્યા છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતાની ચાવી નામનું પુસ્તક પણ તેઓએ જ લખ્યું છે. આ ત્રણેય પુસ્તકોની હિન્દી-અંગ્રેજી આવૃત્તિ પણ તેમણે તૈયાર કરી છે. મળતી માહિતી મુજબ આ પુસ્તકોની પાંચ હજારથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

Most Popular

To Top