Dakshin Gujarat

ઉચ્ચ શિક્ષણ પ્રત્યે સરકાર બેદરકાર: ડાંગ જિલ્‍લામાં એક પણ કોલેજ નથી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોગ્રેસના સભ્યોએ ગ્રાન્ટેડ આટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)ની કોલેજોમાં જુદી જુદી જગ્યાઓ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૮૫ ગ્રાન્‍ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં આચાર્યની ૧૩૩, અધ્‍યાપકની ૨૧૭૭, પીટીઆઈની ૧૬૭, ગ્રંથપાલની ૨૨૪, વર્ગ-૩ની ૧૮૫૧ વર્ગ-૪ની ૨૩૫૧ જગ્‍યાઓ ખાલી છે.

આ ઉપરાંત ગ્રાન્‍ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્‍યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને વર્ગ-૩ અને ૪ની ૪,૫૫૨ જગ્‍યાઓ ખાલી છે. આચાર્યની ૨૦૬ ભરાયેલની સામે ૧૩૩ ખાલી, પીટીઆઈની ૧૭૦ ભરાયેલની સામે ૧૬૭ ખાલી, ગ્રંથપાલની ભરાયેલ ૧૧૦ની સામે ૨૨૪, વર્ગ-૩ની ભરાયેલ ૯૬૬ની સામે ૧૮૫૧ ખાલી અને વર્ગ-૪ની ૮૩૨ ભરાયેલની સામે ૨૩૫૧ જગ્‍યાઓ ખાલી છે. ડાંગ જિલ્‍લામાં એક પણ ગ્રાન્‍ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ કોલેજ નથી.

Most Popular

To Top