Dakshin Gujarat

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાહન ન મળે તો 100 નંબર ડાયલ કરો: ડાંગ જિલ્લા પોલીસ વડા

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા પોલીસે વિદ્યાર્થીઓ (Student) માટે પહેલ શરૂ કરી છે, જેમાં બોર્ડની પરીક્ષા (Board Exam) આપનાર વિદ્યાર્થીઓને વાહન ન મળે તો 100 નંબર ડાયલ કરી મદદ મેળવી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માર્ચ-2024માં લેવાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી તારીખ 26/3/2024 દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓમાં બેસનાર બાળકો વાહન નહીં મળવાથી, વાહન બગડવાથી કે, અન્ય કોઇ કારણસર રસ્તામાં અટવાય, તો પોલીસ હેલ્પલાઇન નંબર-100 ડાયલ કરવાથી, પોલીસ તેમને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવામાં મદદ કરશે, તેમ ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

ભરૂચ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં નિયંત્રણ જાહેર
ભરૂચ: માર્ચ-૨૦૨૪માં લેવાનાર SSC & HSC સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દરમિયાન ભરૂચ જિલ્લામાં જુદાં જુદાં પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકસાન ન થાય તેમજ સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે એ હેતુસર પરીક્ષા સ્થળોએ આવેલાં તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવા આવશ્યક જણાય છે. ભરૂચ જિલ્લામાં લેવાનાર SSC & HSC સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત કરેલ અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને પ્રવેશ કરવા પર પ્રતિબંધ કરમાવે છે.

પરીક્ષાની કામગીરી સાથે કોઈપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના અધિકારી-કર્મચારીઓ, પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓને, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષકદળની વ્યક્તિઓને અને આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું છે.

Most Popular

To Top