Trending

હવેથી નહિ કરી શકો કોઈના પણ કોલનું રેકોર્ડિંગ, 11મેથી બંધ થઈ રહ્યું છે આ ફિચર

ફોનમાં રોજબરોજ અવનવી ટેકનોલોજીના કારણે કંઈકને કંઈક નવો આવિષ્કાર થતો હોય છે. આજ સુઘી મોટેભાગના લોકો પોતાના ફોનમાં કોલ રેકોર્ડિંગ સુવિધા રાખતા હતાં. પરંતુ હવે આ ફિચર બંધ થવા જઈ રહ્યું છે. અજાણ્યા નંબર ઉપરથી ફોન આવતા તેની ઓળખ માટે જાણીતી થયેલી એપ ટ્રુકૉલરએ કૉલ રેકોર્ડિંગ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. 11મેથી આ સુવિઘા લોકોને મળતી બંધ થઈ જશે.

  • ટ્રુકૉલરએ કોલ રેકોર્ડિંગ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી
  • કોલ રેકોર્ડિંગ એપ યુઝ કરવા માટે યુઝર્સે કોઈ પણ કિંમત ચૂકવવી પડતી ન હતી
  • પ્રાઈવસી અને સિક્યોરિટીની દિશામાં ગૂગલનું આ મોટું પગલું

મળતી માહિતી મુજબ ટ્રુકૉલરના પ્રવકતાએ જણાવ્યું હતું કે યુઝર્સની માંગના કારણે તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે કૉલ રેકોર્ડિંગની એપલિકેશનની શરૂઆત કરી હતી. તેમજ આ એપ યુઝ કરવા માટે યુઝર્સે કોઈ પણ કિંમત ચૂકવવી પડતી ન હતી. કોલ રેકોર્ડિંગની સુવિધા અત્યાર સુધી યુઝર્સને તેના ડિવાઈસમાં અગાઉથી આપવામાં આવી હતી. જે ડિવાઈસમાં આ સુવિધા આપવામાં આવતી હતી તેમાં યુઝર્સ એપલિકેશન ચલાવી શકશે પરંતુ હવે પછીના તમામ નવા ડિવાઈસમાં આ સુવિધા આપવામાં આવશે નહિ. ગૂગલ પ્લે સ્ટોર પર કોલ રેકોર્ડિંગ એપ્સના સંબંધમાં ગૂગલે પોતાની પોલિસી અપડેટ કરી છે. જે બાદ પ્રખ્યાત એપ ટ્રુકોલરે આ ફીચરને પાછું લઈ લીધું છે. 11 મે બાદ આ ફીચર સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

ગૂગલની નવી પોલિસીનું પાલન કરતા હવે થર્ડ પાર્ટી એપ્સ થકી કોલ રેકોર્ડિંગની સુવિધા મળશે નહિ. નિષ્ણાતોના મત મુજબ પ્રાઈવસી અને સિક્યોરિટીની દિશામાં ગૂગલનું આ એક મોટું પગલું છે. સેમસંગ, શાઓમી કંપનીના ફોનમાં કોલ રેકોર્ડિંગની સુવિધા અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રથમવાર નથી થયું. આ અગાઉ પણ પ્રાઇવસી અને સિક્યોરિટી માટે ગૂગલે એન્ડ્રોઇડ-10 સાથે કૉલ રેકોર્ડિંગ ફીચરને દૂર કરી નાખ્યું હતું. એન્ડ્રોઇડ 11 સાથે એક્સેસિબિલિટી એપીઆઈ વાળું નવું ફીચર આવ્યું છે.

ગૂગલે શરૂઆતમાં એન્ડ્રોઈડ 10ના રિલીઝ સાથે એન્ડ્રોઈડ પર કોલ રેકોર્ડિંગ પર રોક લગાવી હતી. જો કે થર્ડ પાર્ટી એપ્સ એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરી લોકો આ સુવિધાનો ઉપયોગ કરતાં હતાં. ગૂગલે હવે 11 મેથી આ ફીચર પર પ્રતિબંધ લગાવ્યો છે.

Most Popular

To Top