Entertainment

“ચિઠ્ઠી આઈ હૈ..” પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું લાંબી બીમારી બાદ 72 વર્ષની વયે નિધન

પ્રખ્યાત ગઝલ ગાયક (Gazal Singer) પંકજ ઉધાસનું (Pankaj Udhas) નિધન થયું છે. 72 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગાયક લાંબા સમયથી બિમાર હતા. તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પર આ અંગેની પુષ્ટિ કરી છે. પંકજ ઉધાસ નામ ફિલ્મના ગીત ચિઠ્ઠી આઈ હૈ… થી સૌથી વધુ પ્રખ્યાત થયા હતા. થોડી થોડી પિયા કરો.. શરાબ ચીઝ હી એસી હૈ ના છોડી જાએ.. જેવા તેમના આલ્બમે પણ એક સમયે ખૂબ ધૂૂમ મચાવી હતી.

શાસ્ત્રીય ગાયક અને પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી પછી ગાયકનું 26 ફેબ્રુઆરીએ અવસાન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉધાસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. દીકરી નાયબે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે તેમને 2006માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમની દિકરીએ પોસ્ટમાં લખ્યું છે કે, “ભારે હૈયે જાણ કરીએ છીએકે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના લાંબી બિમારી બાદ નિધન થયું છે.” કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે 11 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના ભાઈઓની રાહ જોવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વર્ષ 2006માં પદ્મશ્રી મળ્યો હતો
ઉધાસે ફિલ્મ ‘નામ’માં ગીત ગાઈને પ્રસિદ્ધિ મેળવી હતી, જેમાં તેનું એક ગીત ‘ચિઠ્ઠી આયી હૈ’ ખૂબ લોકપ્રિય થયું હતું. ત્યારથી તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનો સદાબહાર અવાજ આપ્યો છે. આ ઉપરાંત તેમણે ઘણા આલ્બમ્સ પણ રેકોર્ડ કર્યા અને એક કુશળ ગઝલ ગાયક તરીકે સમગ્ર વિશ્વમાં તેમની કળાનું પ્રદર્શન કર્યું. વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પંકજ ઉધાસનો જન્મ રાજકોટમાં થયો હતો
પંકજ ઉધાસનો જન્મ ગુજરાતમાં રાજકોટ નજીક ચરખાડી-જૈતપુરમાં એક જમીનદાર ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં તે સૌથી નાના હતા. પંકજના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ હતું. પંકજના મોટા ભાઈ પણ ગાયક હતા. મનહર ઉધાસ બોલિવૂડમાં હિન્દી પ્લેબેક સિંગર હતા. પંકજ પહેલા તેમણે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી હતી. તેમના બીજા મોટા ભાઈ નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. નિર્મલ ગાયકીની દુનિયામાં પહેલો પ્રવેશ કરનાર હતા.

Most Popular

To Top