ધામધૂમથી થયું બાપ્પાનું આગમન, શિલ્પા શેટ્ટી ઘરે લાવ્યાં ગણપતિ; સુનીતા આહૂજા ખુશીમાં ઝૂમી ઉઠ્યાં
ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત સાથે જ બોલિવૂડમાં પણ બાપ્પાના આગમનની ધૂમ જોવા મળી રહી છે. ગણેશોત્સવ દરમિયાન અનેક બોલિવૂડ સેલેબ્રિટીઓ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરે છે. આ વર્ષે પણ સેલેબ્સે ખૂબ જ ઉત્સાહ સાથે બાપ્પાનું સ્વાગત કર્યું છે. 2026માં ગણેશ ચતુર્થીનો પર્વ 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને દેશભરમાં ભક્તો બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે. દસ દિવસ ચાલનારો આ મહોત્સવ 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે પૂર્ણ થશે.
બોલિવૂડ અભિનેત્રી ગણપતિ બાપ્પાની ભક્તિ માટે જાણીતી છે. ગણેશ ચતુર્થીના અવસર પર શિલ્પા શેટ્ટીના ઘરે પણ બાપ્પાનું ભવ્ય આગમન થયું. તેમણે પરિવાર સાથે ગણપતિનું સ્વાગત કર્યું અને પૂજા-અર્ચના કરી. શિલ્પા દર વર્ષે ગણેશોત્સવને ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવતી જોવા મળે છે. બાપ્પાના આગમન દરમિયાન તેમના ચહેરા પરનો ઉત્સાહ અને ભક્તિ સ્પષ્ટ જોવા મળ્યા.બીજી તરફ અભિનેતા ની પત્ની પણ ગણપતિ બાપ્પાના આગમનથી ખુશીથી ઝૂમી ઉઠ્યાં. સુનીતા ધાર્મિક સ્વભાવ માટે જાણીતા છે અને તેઓ અનેક ધાર્મિક તહેવારોમાં ભક્તિભાવથી ભાગ લે છે. ગણપતિ બાપ્પાની સ્થાપના દરમિયાન તેમણે પૂજા કરી અને ઉત્સાહપૂર્વક બાપ્પાનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર પણ સેલેબ્સના ગણેશોત્સવ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો ચર્ચામાં રહે છે.
આ દરમિયાન અભિનેત્રી હંસિકા મોટવાણી પણ બાપ્પાને પોતાના ઘરે લાવતી જોવા મળી. ગણેશ ચતુર્થીના અવસર પર સેલેબ્સ પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિ લાવીને સ્થાપના કરે છે અને પરિવાર તથા મિત્રો સાથે મળીને આરતી અને પૂજા કરે છે. મુંબઈમાં ખાસ કરીને સેલેબ્રિટીઓના ઘરે થતા ગણપતિ ઉત્સવને લઈને ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે.ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થતો આ ઉત્સવ ભગવાન ગણેશની આરાધના માટે સમર્પિત છે. આ વર્ષે ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થઈ હતી અને 15 સપ્ટેમ્બરે સવારે 7:44 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિના નિયમ પ્રમાણે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 11:02થી બપોરે 1:31 વાગ્યા સુધી જણાવવામાં આવ્યું છે.મુંબઈ સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ દરમિયાન ભક્તિ, સંગીત, સજાવટ અને આરતીનો માહોલ જોવા મળે છે. બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરીને આ પર્વને ખાસ બનાવે છે. શિલ્પા શેટ્ટી, સુનીતા આહૂજા અને હંસિકા મોટવાણીના ઘરે થયેલા બાપ્પાના આગમનથી ગણેશ ચતુર્થીની ઉજવણી વધુ ચર્ચામાં આવી છે.