Gujarat

ગાંધીનગરની મેડિકલ કોલેજમાં 26 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત કોરોના (Corona) ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસોની (Possitive Case) સંખ્યા વધી રહી છે આજે રાજ્યમાં નવા 717 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે એક્ટિવ કેસની (Active Case) સંખ્યા વધીને 3879 થઈ છે બીજી તરફ આજે 562 દર્દી સાજા પણ થયા છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં 26થી વધુ મેડિકલ સ્ટુડન્ટો કોરોનાની ઝપટમાં આવી જતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ વિદ્યાર્થીઓ હોમ આઇસોનેટ થઈ સારવાર મેળવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની હિસ્ટ્રી તપાસતા આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદમાં કોઈ પાર્ટીમાં ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આઇઆઇટી ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે.

  • અમદાવાદમાં 309 કેસ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 3879 થઈ
  • આઇઆઇટી ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 309, સુરત મનપામાં 88, ગાંધીનગર મનપામાં 31, વડોદરા મનપામાં 29, સુરત ગ્રામ્યમાં 28, મહેસાણામાં 25, ભરૂચમાં 22, વલસાડમાં 21, પાટણમાં 19, ભાવનગર મનપામાં 16, રાજકોટ મનપામાં 15, નવસારીમાં 14, મોરબીમાં 13, વડોદરા ગ્રામ્યમાં 12, બનાસકાંઠા કચ્છમાં 8, અમદાવાદ ગ્રામ્ય- ભાવનગર ગ્રામ્ય- દેવભૂમિ દ્વારકામાં 7, રાજકોટ ગ્રામ્ય- સાબરકાંઠામાં 5, અમરેલી- આણંદ- ગાંધીનગર ગ્રામ્ય- સુરેન્દ્રનગરમાં 4, જામનગર ગ્રામ્યમાં 3, અરવલ્લી ખેડામાં 2, ગીર સોમનાથ- જામનગર મનપા- જુનાગઢ ગ્રામ્ય- પોરબંદર -તાપીમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં વધુ 71,478 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 11,17,71,081 લોકોને રસી અપાઈ છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર: વધુ ૨૨ પોઝિટિવ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ભરૂચ અને અંકલેશ્વર અગ્રેસર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કુલ ૪૯ એક્ટિવ કેસ નોંધાયા છે. ગુરુવારે ૨૨ કેસ પૈકી સૌથી ભરૂચમાં ૧૦, અંકલેશ્વરમાં ૭, જંબુસરમાં ૪ અને વાગરા તાલુકામાં ૧ કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં રૂરલમાં ૧૨ અને શહેરમાં ૧૦ કેસ નોંધાયા હતા. ગુરુવારે ૫ કેસ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા.

વલસાડ જિલ્લામાં 5 બાળકો સાથે કોરોનાના નવા 21 કેસ નોંધાયા
વલસાડ, નવસારી : વલસાડ જિલ્લામાં લાંબા સમય બાદ ગુરુવારે નોંધાયેલા કોરોનાના કેસો કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ગુરુવારે 21 કેસ નોંધાયા હતા, જ્યારે 22 દરદીઓ સાજા થયા હતા. નોંધાયેલા કેસોમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં વલસાડ તાલુકાના પારનેરા સ્થિત હાઇસ્કૂલના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં એક અઠવાડિયાથી બાળકોમાં પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 13028 કેસ નોંધાયા છે, જે પૈકી 12385 સાજા થયા છે જ્યારે 145 દરદી સારવાર હેઠળ છે. જ્યારે નવસારી જિલ્લામાં 8 વર્ષીય બાળકી સહીત 14 કોરોના સંક્રમિત થયા છે.

Most Popular

To Top