Gujarat

અતિ દુબળા 1.49 લાખ બાળકો સાથે સુરત દેશમાં ત્રીજા નંબરે : કોંગ્રેસ

અમદાવાદ: કરોડો રૂપિયાની જાહેરાત (ADD) અને સ્વપ્રસિધ્ધી માટે અબજો રૂપિયા ખર્ચનાર ભાજપ (BJP) સરકાર આ નાણાં કુપોષિત બાળકોને (Malnourished children) સ્વસ્થ કરવા વાપર્યા હોત તો ગુજરાત સાચા અર્થમાં ગુજરાત સ્વસ્થ બન્યું હોત, તેવું પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. ડૉ. મનિષ દોશીએ ભાજપ સરકાર પર કૃપોષણના મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે છે.

કૃપોષણથી પીડાતા ભુલકાઓમાં દેશના ૧૦૦ જિલ્લામાં ગુજરાતના ૧૪ જિલ્લાનો સમાવેશ થાય છે. જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર કૃપોષણના મુદ્દે નિષ્ફળ નીવળી છે. અતિષય દુબળા ૧.૪૯ લાખ બાળકો સાથે સુરત દેશમાં ત્રીજા ક્રમે આવે છે. લંબાઈના પ્રમાણમાં દુબળા હોય તેવા ગુજરાતના ૩૨ જિલ્લામાંથી ૧૪ જિલ્લાનો સમાવેશ થાય છે. ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં ૧.૪૯ લાખ બાળકો દુબળા, અમદાવાદમાં ૨.૨૦ લાખ બાળકો નબળા અને દાહોદમાં સૌથી વધુ ૧.૮૨ લાખ બાળકો ઠીંગણાપણું જોવા મળ્યું છે. રાજ્યમાં ૧,૧૦,૯૯૯ બાળકો કુપોષિત (૨૦૧૮), ૨૦૧૯માં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો જ્યારે ૨૭-૨-૨૦૨૦ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦ હતી, હવે કોરોનાકાળમાં આ સંખ્યા કેટલી થશે તે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે.

ગુજરાતના 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી પાંચ મહિનાથી વંચિત રહ્યાં
ગુજરાતના બાવન લાખ બાળકો મધ્યાહન ભોજનથી પાંચ મહિનાથી વંચિત રહ્યાં હતા. રાજ્યના બાવન લાખ બાળકોને ભોજન માટે અનાજ અને કુકિંગ કોષ્ટની રકમ ચુકવાઈ નથી. રાજ્યની ૩૨૪૧૮ સરકારી શાળાના ૫૨,૨૩,૩૨૧ મોટા પાયે ગરીબ – સામાન્ય – શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ પાંચ મહિનાથી મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે. ગુજરાતના ૧૪ જિલ્લા, બાવન તાલુકામાં ૮,૯૫૮ શાળા અને ૭,૬૮,૪૬૫ બાળકો જે યોજનાના લાભાર્થી છે, તેવી સરકારની જાહેરાત હકિકતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીમાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની ‘દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ છે. મોટી-મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ ઝીનવી લીધું છે. કોરોના મહામારીમાં સૌથી જેની વધુ જરૂર છે તે જ યોજના બંધ કરી હતી, આદિવાસી હજારો બાળકોને કોરોના મહામારી સામે લડવામાં ભાજપ સરકારે હાથ ખંખેરી લીધા છે.


Most Popular

To Top