SURAT

સુરત: SMC કર્મચારી બનીને આવેલા લોકોની લૂંટની થિયરી પોલીસના ગળે ઉતરી રહી નથી

સુરત: (Surat) અડાજણની લૂંટમાં (Loot) સંડોવાયેલા આરોપીઓ પોલીસના (Police) શંકાના દાયરમાં આવ્યા છે. તેમાં પોલીસ લૂંટની થિયરી છે કે નહીં તેની ચકાસણી શરૂ કરી છે . અડાજણમાં સીકે પટેલ સોસાયટીમાં થયેલી લૂંટ પોલીસ માટે કોયડો બની ગઇ છે. આ લોકો અગાઉ બે વખત જંતુનાશક દવા એસએમસીના (SMC) કર્મચારીઓ હોવાનુ જણાવીને નાંખી ગયા હતા. દરમિયાન ત્રીજી વખત તેઓ આવ્યા ત્યારે મહિલાના પતિ સ્થળ પર હાજર હતા. તેઓ જયારે બહાર નીકળ્યા ત્યારે આ લૂંટારૂઓ પરત ફર્યા હતા. હવે પોલીસ આ લોકો સાચેજ લૂંટારૂ છે કે નહી તે શોધી રહી છે. પોલીસને આ થિયરી પણ ગળે ઉતરતી નથી. દરમિયાન આ ઘટના બહાર આવ્યા બાદ અસરગ્રસ્ત પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ તૈયાર નહી હતી. આ ઉપરાંત એવુ કહેવાય છે કે પોલીસ કડક થતા આ ફરિયાદ દાખલ કરવી પડી હતી. સીસીટીવી ફૂટેજમાં એલપીસવાણી સૂધી ટ્રીપલ સીટના ફૂટેજ આરોપીઓ દેખાઇ રહ્યા છે. ત્યારબાદ આરોપીના સગડ મળી રહ્યા નથી. દરમિયાન આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હોવાની વિગત જાણવા મળી છે.

  • પોલીસને આ મુદા ગળે ઉતરતા નથી
  • — લૂંટારૂઓ ટ્રીપલ સીટ એકટીવા પર આવ્યા તે પોલીસ શોધી રહી છે
  • — લૂંટારૂઓ કયારેય આવી રીતે ટ્રીપલ સીટ આવે નહી
  • — આ ઉપરાંત એસએમસીનો ડ્રેસ પહેરીને આ લોકો અગાઉ બે વખત આવી ગયા હતા
  • — જે વખતે લૂંટ થઇ ત્યારે પણ તેઓ પતિની હાજરીમાં આવ્યા હતા

જણાવી દઈએ કે ખેડૂત તેજસ પટેલ સુરતના અડાજણની સી.કે.વિલા સોસાયટીમાં રહે છે. બુધવારે બપોરે અહીં 3 લોકો આવ્યા હતા. તેઓએ પોતાની ઓળખ સુરત મનપાના કર્મચારી તરીકે આપી હતી. પાલિકાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. ત્યાર બાદ ત્રણેય ટેરેસ પર ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન તેજસ પટેલ ઘરેથી કોઈ કામ અર્થે બહાર નીકળી ગયા હતા. ઘરે મહિલા એકલી જ હતી ત્યારે ફરી ત્રણેય ઈસમો આવ્યા હતા અને મહિલાને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મહિલાએ કહ્યું કે, બીજીવાર ત્રણેય જણા આવ્યા ત્યારે ગાર્ડનમાં ચેકિંગ કરવાની વાત કરી હતી. પાલિકાના કર્મચારી તરીકે ઓળખ આપી હોવાથી તેમને જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઉભો રહ્યો હતો. દરમિયાન ત્રણ પૈકી એક શખ્સે તેના સાગરિત સાથે મળી મહિલાનું ગળું દબાવી ઘેની પદાર્થ સુંઘડાવી બેહોશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ત્યારે ચાલાકી વાપરી પોતે બેભાન થઈ ગયો હોવાનો ડોળ કર્યો હતો અને શાંતિથી પડી રહી હતી, જેથી લૂંટારા ગેટ તરફ ગયા હતા ત્યારે મહિલા ઉભી થઈ ગઈ હતી અને બહાર દોડી બૂમાબૂમ કરી મૂકી હતી. તેથી આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારા ગભરાઈને ભાગી ગયા હતા.

Most Popular

To Top