Vadodara

તપાસની મુદ્દત પૂર્ણ થતા હરણી બોટકાંડના ૪ આરોપીઓએ જામીન અરજી મૂકી:બે આરોપીની આવતી કાલે સુનવણી

આરોપી એવા ગોપાલ શાહએ ગત તા. ૧૬ એપ્રિલે જ્યારે જાતિન દોશીએ ગત તા. ૧૨ એપ્રિલે જામીન અરજી કરી હતી. આવતીકાલે તેની સુનવણી થશે.

નીચલી અદાલતમાં જામીન ના મંજુર થતા નેહા અને તેજલ દોશીએ હાઈ કોર્ટમાં જામીન અરજી કરી

હરણી બોટ કાંડની ઘટનાને ત્રણ મહિના પૂર્ણ થયા છે. હજી પણ આંખોની સામે ૧૪ લોકોના ચહેરા દેખાઈ રહ્યા છે અનેક માતા – પિતાની આંખોમાં હજી પણ આંસુ સુકાયા નથી ત્યારે વીસ આરોપીઓ પૈકી બે ની તપાસ પૂર્ણ થતા તેઓએ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેની સુનવણી આવતી કાલે થશે. તે ઉપરાંત અન્ય બે આરોપીઓ જેમની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી જેથી તેઓએ હવે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી.

હરણી બોટ કાંડને ત્રણ મહિના પૂર્ણ થયા છે. તમામ આરોપીઓને ઝડપી પાડીને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે કસ્ટડીમાંથી મુક્ત થવા માટે અનેક આરોપીઓએ અગાઉ આગોતરા જામીન અરજી મૂકી હતી જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ પણ રિમાન્ડ પૂર્ણ થતા તેઓએ જામીન અરજી મૂકી હતી જેને પણ નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં હવે બે આરોપી એવા ગોપાલ શાહએ ગત તા. ૧૬ એપ્રિલે જ્યારે જાતિન દોશીએ ગત તા. ૧૨ એપ્રિલે જામીન અરજી કરી હતી. આવતીકાલે તેની સુનવણી થશે. તેઓએ ભાગીદાર હોવાથી તેઓને જામીન પર મુક્ત કરવાના કારણોસર અરજી કરી હોવાની માહિતી મળી હતી. જ્યારે અન્ય બે એવા નેહા અને તેજલ દોશીએ અગાઉ પણ જામીન અરજી કરી હતી જે નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે સિવાય પરેશ શાહએ પણ જામીન અરજી કરી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી હતી.

Most Popular

To Top