Comments

ચાર લશ્કરી દુ:સાહસો

યુક્રેન પર રશિયાના આક્રમણ અને ભૂતકાળમાં વિરાટ અને લશ્કરી દૃષ્ટિએ એકદમ શકિતશાળી દેશો દ્વારા પોતાના મહત્ત્વ વિશેની અતિશયોકિતભરી સમજ સાથે કરાયેલા દુ:સાહસ વિશે વિચારતો કરી દીધો હતો. મારા જીવનકાળ દરમ્યાન જ મારે મારી જાતને નિયંત્રિત રાખવી હશે તો આ આવું ચોથું દુ:સાહસ છે. અગાઉના ત્રણ વિયેતનામ અને ઇરાક પર અમેરિકાના બે અને અફઘાનિસ્તાનપર સોવિયેત દુ:સાહસ છે. અગાઉનાં આ ત્રણ દુ:સાહસો બહુ ખરાબ રીતે અંત પામ્યાં અને તેમણે જે દેશો પર હુમલા કર્યા હતા ત્યાં અપાર યાતનાઓ સર્જાઇ, આક્રમક દેશોની આબરૂના કાંકરા થઇ ગયા અને દુનિયામાં નકારાત્મક તરંગ સર્જી તે અલગ. 1965 માં પ્રમુખ જોહનસને વિયેતનામમાં લશ્કરી સંડોવણીને વધારી ત્યારે હું ઉત્તર ભારતમાં ઉછરતો એક નાનો છોકરો હતો. એ યુધ્ધની મને બહુ ઓછી સ્મૃતિ છે, પણ તે કેવી રીતે સમાપ્ત થયું તેની વિવિધ યાદો છે. 1975 ના એપ્રિલમાં હું દિલ્હીમાં કોલેજનો વિદ્યાર્થી હતો અને સાઇગોનમાંથી અમેરિકી સૈનિકોની છેલ્લે વિદાયના હેવાલ બીબીસી પરથી સાંભળતો હતો.

ભૂતકાળમાં એશિયામાં વિસ્તરેલી એકતાને કારણે અમેરિકાની કેવી ભૂંડી બદનામી થઇ હતી તે આ પહેલાં અમે જોઇ હતી. 1971 માં તેણે બાંગ્લા દેશમાં નૃશંસ હત્યાકાંડમાં રાચતા પાકિસ્તાનના શાસકોએ ટેકો આપ્યો હતો. 1979 ના ડિસેમ્બરમાં સોવિયેત શાસકોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. તે સમયે ભારતમાં ચરણસિંહ ચૌધરીની રખેવાળ સરકાર હતી અને તેણે ભારતના જૂના અને નિકટના મિત્ર દેશ અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘે કરેલા આક્રમણને વખોડી નાંખ્યું હતું. આમ છતાં જાન્યુઆરી, 1980 માં ઇંદિરા ગાંધી વડાં પ્રધાન તરીકે સત્તા પર પાછાં ફર્યાં અને તેમણે સોવિયેત આક્રમણને મંજૂરી આપી. તેમને નવી દિલ્હીમાં સોવિયેત તરફી ચમચા પત્રકારોએ કાબુલની તેના કબ્જેદારોની પસંદગીનાં સ્થળોની યાત્રા કરી જુલ્મસિતમના સ્થળે કેવો ગુલાબનો બાગ ઊગ્યો છે તેનું ચિત્ર દોર્યું.

1986 માં હું કલકત્તામાંથી વિઝા મેળવી પ્રથમ વાર અમેરિકા ગયો હતો. તે સમયે ડાબેરી ઝોક ધરાવતી સરકારે 1967 માં હેરિંગ્ટન સ્ટ્રીટમાં આવેલી આ ઓફિસનું નામ ‘અમરનામ, તુમારા નામ, વિયેતનામેના નારાને માન આપી હોચી લિન્હ સ્ટ્રીટ નામ આપ્યું હતું. અમેરિકન યુનિવર્સિટીમાં હું શિક્ષણકાર્ય કરતો હતો ત્યાં હું દેશવટો ભોગવતા અફઘાન સ્વાતંત્ર્ય સેનાનીઓને મળ્યો હતો. તાજીક સેનાની અહમદ શાહ મસૂદ સાથે સંકળાયેલા આ સ્વાતંત્ર્ય સેનાનીઓ બિનસાંપ્રદાયિક હોવા ઉપરાંત દેશભકત હતા. એક સભામાં હું એકમાત્ર ભારતીય હતો અને એક અફઘાન સ્વાતંત્ર્ય સેનાનીએ કહ્યું કે ઇંદિરા ગાંધી અમને નીચા કેવી રીતે પાડી શકે? તે અમારા દેશ પરના સોવિયેત આક્રમણને ટેકો કેવી રીતે આપી શકે? ભારત સરકાર આવું કઇ રીતે કરી શકે?

મારી પાસે જવાબ ન હતો. આપણી સરકારે સોવિયેત કબ્જો સમાપ્ત કરવા માટે કામ કરવું જોઇતું હતું. ભારત અને અન્ય સાથીઓની હિંમતથી સોવિયેત સંઘે એક આખો દાયકો અફઘાનિસ્તાનમાં કબ્જો જમાવ્યો હતો. પરિણામે ધાર્મિક કટ્ટરપંથી વિરોધ પક્ષે બળવો કરી આંતરવિગ્રહ કર્યો, જેને પરિણામે તાલિબાનોએ કબ્જો જમાવતા આક્રમકોને દેશમાંથી ઊભી પૂંછડીએ ભાગવું પડયું. અમેરિકાને પણ વિયેતનામમાંથી આવી નામોશીભરી રીતે ભાગવું પડયું હતું. 2001 માં અમેરિકનોએ અફઘાનિસ્તાનમાં બોંબ ઝીંકી સૈનિકો મોકલ્યા હતા. જો કે આ કામગીરી પાછળ તા. 19 મી સપ્ટેમ્બર, 2001 નું અલકાએદાના ટેકાવાળું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવાનું આતંકવાદી કૃત્ય જવાબદાર હતું.

2002 ના અંતિમ મહિનાઓમાં ન્યૂ યોર્ક ટાઇમ્સના પત્રકાર થોમસ ફ્રીડમેને અમેરિકાના પગલાને વાજબી ઠેરવતાં કહ્યું હતું કે હવે અમેરિકાના નિશાન પર ઇરાક રહેશે. મેં કહ્યું કે ઇરાક અમેરિકાથી કેટલું દૂર છે? અને વિયેતનામમાં શું થયું હતું તે યાદ છે ને? ઇરાક પાસે અણુશસ્ત્રો હોવાની કલ્પનાકથાને ચગાવી અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો અને તેનાં માઠાં પરિણામ આપણે આજે પણ ભોગવીએ છીએ. અમેરિકાએ વિયેતનામમાંથી 1975 માં વિદાય લીધી અને 2003 માં ઇરાક પર હુમલો કર્યો. સોવિયેત સંઘે 1989 માં અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી અને રશિયાના સૈન્યે 2022 માં યુક્રેન પર આક્રમણ કર્યું. લોકો જાણે આગલી વાત ભૂલી ગયા. લોકોના મગજમાં એવું ઠસાવવામાં આવ્યું કે અન્ય દેશો સાથે યુધ્ધ કરવાનું જે તે દેશના હિતમાં હતું.

ઇરાક પર અમેરિકાના આક્રમણ પાછળ એવી ઘમંડી માન્યતા હતી કે અમેરિકા જગતનો દાદો છે. રશિયાના યુક્રેન પાછળ એવી ભીતિ કામ કરે છે કે દુનિયા રશિયાને મોટું ગણતું નથી. આ બધા આક્રમણમાં એકસમાન તત્ત્વ શું છે? અમેરિકાને વિયેતનામ અને ઇરાકમાં કંઇ લેવાદેવા ન હતી. સોવિયેત સંઘને અફઘાનિસ્તાન અને રશિયાને યુક્રેનમાં કંઇ લેવા દેવા ન હતી. આ બધાં આક્રમણ પાછળ જે તે દેશની સર્વોપરિતા સિધ્ધ કરવાની નેમ છે. શાણપણ એમાં છે કે રશિયન દળો યુક્રેનમાંથી પાછાં ફરે. પુટિન અમેરિકાના ઇરાક આક્રમણની દુહાઇ આપે છે. પણ તેઓ રશિયન ઇતિહાસકારો સાંભળશે કે કેમ? આખરે તો આક્રમણનો ભોગ બનનાર દેશે જ કિંમત ચૂકવવી પડશે. પણ આક્રમણ જેમ લાંબુ ચાલશે તેમ રશિયા અને રશિયનોએ પણ ખર્ચ કરવો પડશે. મહાસત્તાઓનાં આક્રમણને સમય અને અંતર થઇ ગયાં, પણ સદરહુ ચાર દેશો અને દુનિયાએ મહાસત્તાઓની ભ્રમણાની ભારે કિંમત ચૂકવી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top