Vadodara

ફાયર વિભાગના કર્મચારીઓનું બારોબાર પાણી વેચવાનું કૌભાંડ

વડોદરા : વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે ઠેરઠેર પીવાના પાણીની બુમરાણ ઊઠી છે તો બીજી તરફ કોર્પોરેશનનું ચોખ્ખું પીવાનું પાણી ટેન્કર મારફતે 500 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સાથે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ ઠેરઠેર પીવાના શુદ્ધ પાણીની બુમરાણ ઉઠી છે. તેવામાં રવિવારે એક ઓડિયો અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં કોર્પોરેશનનું ચોખ્ખું પાણી રૂપિયા 500 માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિને પાણીની જરૂર છે.  તે તરફે વચ્ચે રહી કોર્પોરેશનના હસ્તક ફાયર બ્રિગેડના કોઈ ટેન્કરના કર્મચારી સાથે સમગ્ર વાત થઈ રહી છે.

જેમાં જણાવ્યાનુસાર ફોન કરનાર વ્યક્તિ કર્મચારી ને કહી રહ્યો છે કે કોર્પોરેશનની ગાડીઓ નાખો છો  તો આપણે કારેલીબાગ નાખવાનું હતું. ગોવર્ધનનું ગ્રાઉન્ડ છે સાધુવાસવાણી સ્કુલ પાછળ ત્યારે સામે વાત કરનાર કર્મચારી જણાવે છે કે સાધુવાસવાણી સ્કુલ ની પાછળ ગોવર્ધન ગ્રાઉન્ડ એક્ઝેટ ક્યાં આવ્યું કારેલીબાગમાં. કારેલીબાગના કહેવાય એમ તો ન્યુ વીઆઇપી રોડ કહેવાય. આપણા ઉભા પટ્ટા પર સરદાર એસ્ટેટ વાળા ના આપણે શૈલેષભાઇએ જીઓનો નવો પેટ્રોલપંપ ના બનાવ્યો એરપોર્ટ જતાં યાર પેલા સાધુ વાસવાણી સ્કૂલ આવે છે રોડ પર કર્મચારી કહે છે કે હા હા સાધુવાસવાણી સ્કુલ બસ એ ગલીમાં અંદર ગોવર્ધનનું મોટું ગ્રાઉન્ડ છે ત્યાં ટેન્કર નાખવાના છે.

 બે કર્મચારી કહે છે કેટલા કેટલા કહે છે. પૈસા હજી મેં કીધું નથી કે કે કે કોર્પોરેશન નું પાણી જોઈએ મેં કીધું ઉભા રહો કોર્પોરેશનને હું જાણ કરી દવ.હા તો પૂછી લો ને તમે કહો ને કેટલા કહું.કર્મચારી કહે છે 500 મારા બીજા ઉપરના તમારા. એટલે દેખો એક ગાડી સાંજે 15 તારીખે અને 16 તારીખે સવારે. સારું વાંધો નહીં સાંજે જોઈએ હા એક સાંજે અને એક સવારે હા તો મળી જશે. પીપળા આવે ને પેલા ડ્રમ એ ડ્રમ ભરી દેવાના. કર્મચારી કહે છે કે હા હા ભરાઈ જશે. 16 પીપળા ભરાય. હા વાંધો નહીં અને પૈસા કેટલા 500-500 કહું. 500 મારા બીજા ઉપરના તમારા.તમારે જેવો હિસાબ. હા તો વાંધો નહીં મારે નથી જોઈતા પણ એ બિચારા ભાઈ નું કામ કઢાવવાનું છે આપણે. કર્મચારી કહે છે વાંધો નહીં થઈ જશે પણ આપણે પાણી કોર્પોરેશનનું જ આવશે ને. કર્મચારી કહે છે કોર્પોરેશનનું સરદાર એસ્ટેટ ટાંકીનું જ પાણી.કર્મચારી કહે છે.સારુ વાંધો નહીં અને પેલા ભુરાભાઇ ને વર્ધિ આપેલી મે. ચાર ફેરા પેલા ગામડા ના કોઈ.અન્ય ઈસમ કહે છે મેં બપોરે તમને બૂમ પાડી તમે ટેમ્પોમાં બેઠેલા પણ તમે સાંભળ્યું નહીં પછી તમને ફોન કર્યો બધા ટેમ્પા વાળા ભેગા થઈને બેઠા હતા ને. હા હા વાતો કરતા હતા. હા તો તમને પેલા ભાઈનો નંબર આપી દઉં છું ડાયરેક્ટ. કર્મચારી કહે છે હા આપી દો ને.અન્ય ઈસમ કહે છે તે એવું કહેશે કે રામભાઈ એ નંબર આપ્યો એટલે સમજી જજો.

કર્મચારી હા હા વાંધો નહીં.અને 500 રૂપિયા પૈસા બધું તમારી રીતે જ લઈ લેજો પછી મારી ઉપર ના રાખતા છેલ્લે. કર્મચારી કહે છે કઈ બબાલ વાળું તો નથી ને. સંયમ કહે છે ના ના એવું નથી પછી આમાં કેવું કે યાર પછી બાકી કદાચ રાખવાનું કે ને તો જો બે ફેરા ના જોડે આપતા હોય તો જોડે લઈ લેજો અને એડવાન્સ આપે તો એડવાન્સ લઇ લેજો. તમારી રીતે પણ લઈ લેજો એમ. હા ચાલો અંતે તેમ કહી વાતચીત પૂર્ણ થાય છે. આ સમગ્ર ટેલિફોનિક વાતચીત થયેલ ઓડિયો ક્લિપ સ્પષ્ટ પણે જણાઇ આવે છે કે કોર્પોરેશન નું પાણી ફાયર બ્રિગેડના ટેન્કર મારફતે કેટલાક કર્મચારીઓ તેમના મળતિયાઓ મારફતે જરૂરિયાત મંદોને રૂપિયા 500 લેખે વેચાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને વલખા મારવા પડી રહ્યા છે. જોકે સમગ્ર મામલે આ ઓડિયો ક્લિપ અને વિડીયો વાયરલ થયા બાદ પાણી પુરવઠા વિભાગના અમૃત મકાવાણાએ જણાવ્યું હતું કે પાણી જે વેચાવામાં આવી રહ્યું છે. તે બાબતે તપાસ કરાવવામાં આવશે.

Most Popular

To Top