Charchapatra

મિલેટ ધાન્ય ખાઈ ધન્યતા અનુભવો

અભ્યાસ એમ કહે છે કે, મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. મિલેટ દિવસે દિવસે ફેમસ થતી જાય છે. ખાવાનાં શોખીનોએ તેની કેટલીય વાનગીઓ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ છે તેના પોષક-ન્યુટ્રીશનલ- લાભો. મિલેટ કદમાં ઝીણી અને આકારમાં ગોળ હોય છે જે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. સ્ટોર્સમાં સૌથી વધારે એ છડેલા રૂપમાં મળે છે. જો કે, પરંપરાગત રીતે એના ફાડામાંથી બનતું કુસકુસ પણ મળે છે. મિલેટ એટલે વિવિધ એવાં ધાન્યો જે એકસરખા કુળનાં નથી હોતાં. મિલેટ એ ટેકનિકલી બીજ છે, અનાજ નહીં, પણ આપણે એને અનાજ તરીકે ક્લાસિફાય કરીએ છીએ કેમ કે એની કેટેગરી રસોઈ કરવાના પદાર્થ તરીકેમાં આવે છે.

બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે મળે છે. એ જ રીતે બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે. મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. એ વિટામિન E, B કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમીન અને રિબોફ્લાવિનનો સારો સૉર્સ છે. વધારામાં, મિલેટમાં મેથોનાઇન અને લેસિથિન જેવા જરૂરી એમિનો એસિડ્સ અને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે. સૌથી અગત્યની વાત એ કે તેમાં ફાઈબર પુષ્કળ હોય છે જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે.
સુરત  – સુનીલ રાજેન્દ્ર બર્મન     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નબળા ભેંહડાને બગાઇ ઝાઝી
એક પ્રતિષ્ઠિત અખબારના પાને, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ કામદાર રાજ્ય વીમા યોજના વિભાગમાં હેડકલાર્કની ભરતી અંગેની જાહેરાત ઇન્ટરવ્યુ અને પસંદગી સંદર્ભે માહિતી બહાર આવી ત્યારે ચોંકી તો જવાયું જ, સાથે સાથે સરકારના અણઘડ વહીવટ-તકેદારી અંગે દુ:ખદ આશ્રર્ય થયું! ઉપરોકત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2021માં જે તે સાત વિભાગોમાં 157 હેડ કલાર્ક અને કામદાર રાજય વીમા યોજના વિભાગમાં 9 હેડકલાર્કની ભરતી માટે જાહેરાત થઇ. ઉમેદવારોની પરીક્ષા સુધ્ધાં લેવાઈ, ઉત્તીર્ણ ઉમેદવારોની પસંદગી થઇ અને ઉમેદવારો હાજર થવા જે તે શાખામાં પહોંચ્યા તો જવાબ મળ્યો કે વિભાગમાં ખાલી જગ્યા જ નથી તો તમને નિમણૂક કેમ કરી આપીએ. 

હેડકલાર્કની પોષ્ટ તો થોડી ઊંચી કહેવાય, એ હિસાબે અમુક ઉમેદવારોએ તો જુની/સિની.ની ચાલુ નોકરી પડતી મેલી ઝંપલાવ્યું હોવાથી પારાવાર નિરાશા જ નિરાશા. ગૌણ સેવા પસંદગી મંડળ દોષનો ટોપલો કોક અધિકારી મહોદયના માથે નાંખે છે, કારણ અધિકારી સાહેબે ભૂલથી ભરતીની સંખ્યા દર્શાવી, જાહેરાત-પરીક્ષા-પસંદગી વગેરે ભૂલનું જ પરિણામ સારા ભાઇ !ગુજરાત ભાજપના અગાઉની સરકારના ચુનંદા પહેરેગીરો-શાસકોને પ્રજા આજપર્યંત વખાણ કરતા થાકતી નથી. હાલ તો ડબલ એન્જીન જોડવાથી પણ કોઇ ભલેવાર નથી ભાઇ!
કાકડવા, ઉમરપાડા         – કનોજભાઇ વસાવા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top