Vadodara

વાડી દત્ત મંદિર પાસે ઉભરાતી ડ્રેનેજથી રોગચાળાનો ભય

વડોદરા : વાડી દત્ત મંદિર પાસે આવેલા આદિત્ય એવન્યુની ડ્રેનેજ ઉભરતા વાડી દત્ત મંદિર પાસે આવેલી ચાલના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાઉન્સિલર કે કોઈ અધિકારી સુદ્ધા ત્યાં ફરકતું નથી. જેથી શુક્રવારના રોજ વાડી દત્ત મંદિર પાસે આવેલી ચાલના રહીશોએ એક જૂથ થઈ ઉભરાતી ડ્રેનેજ લાઈનને લઈને આક્રોશ ઠાલવ્યો હતો. શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, રોડ રસ્તા અને ઉભરાતી ડ્રેનેજની છે. પરંતુ આપણા શહેરના અધિકારી એટલા જાડી ચામડીના છે કે તેવો કોઈની પણ વાત માનવા તૈયાર નથી. આવું જ કઈ વાડીમાં આવેલા દત્ત મંદિર પાસે આવેલી ચાલીના રહીશો જોડે થયું છે.

ચાલીના રહીશો દ્વારા જણાવ્યા પ્રમાણે વાડી દત્ત મંદિર પાસે આવેલા આદિત્ય એવન્યુની આ કાયમી સમસ્યા છે કે તેમની ગટર લાઈન ઉભરતા તે ગટરનું ગંદુ પાણી ચાલીમાં આવતા જતા રોડ પર આવે છે. જેથી રહીશોને આવવા જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. પણ આપના અધિકારીઓ એટલી જાડી ચામડીના છે કે તેમને કોઈ જાતનો ફરક પડતો નથી. નેતાઓ તો ફક્ત ખાલી રહીશો પાસે વોટ માંગવા જ જાય છે. બાકી તો પાંચ વર્ષ તો દેખાતા જ નથી. જ્યારે ડે. મેયરને રજૂઆત કરતા તેમને સ્થાનિક જોડે ઉધ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો હતો.તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.

ડે.મેયરે કહ્યું આમારું કામ નથી, ફ્લેટમાં રહેવાવાળાને કહો
આદીત્ય એવન્યુમાં ઉભરાતી ગટરોનું પાણી ચાલીમાં ઘર સુધી આવે છે. કોલેરા ફાટશે તો આનો જવાબદાર કોણ ? અમે મેયર, કોર્પોરેટર અને અમારા વોટ આપી ચુંટાય કેમ લાઈએ છે કે અમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય તે સ્વોલ કરવા માટે. તેમને એસીમાં કે સારી સારી ગાડીઓમાં ફરવા માટે નથી લાવતા. અમે મેયર અને કોર્પોરેટર સચિન પાટડિયાને જાણ કરી હતી. ડે. મેયર નંદાબેન જોષીને જાણ કરતા તેમને કહ્યું કે આમારું કામ નથી, ફ્લેટ વાળાને કહો.-પદ્માબેન દવે, સ્થાનિક રહેવાસી

Most Popular

To Top