National

ટિકૈતને હટાવ્યા બાદ પંજાબમાં ફરી શરૂ થયું ખેડૂત આંદોલન, સરહદો સીલ કરાઈ

પંજાબ: ભારત(India)માં ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટિકૈત(Rakesh tikait)ને ભારતીય કિસાન યુનિયનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમજ નરેશ ટિકૈત પાસેથી પ્રમુખ પદ પણ લઇ લેવાયું હતું. જેના બાદ હવે પંજાબમાં ખેડૂતોનું આંદોલન શરુ થઇ ગયું છે. પંજાબનાં મોહાલીમાં સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળ પંજાબ સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂકયું છે. ખેડૂતો ઘઉંના પાક માટે વળતર વધારવા સહિત વિભાગીય સ્તરે ટ્રાન્સપ્લાન્ટેશન અને વીજ કાપનો વિરોધ કરી રહ્યા છે

મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી હતી ત્યારબાદ ચંડીગઢ-મોહાલી બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડીંગ તોડવાની કોશિશ કરી છે. જે બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થયું હતું. ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારે તેમની સાથે છળકપટ કર્યું છે.

ખેડૂતોની માંગ
વિરોધ કરી રહેલા ખેડૂતોએ ઘઉં માટે 500 રૂપિયાના બોનસની માંગ કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આ માટે સંમત થયા છે પરંતુ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. અમે બાસમતી, મૂંગ પર MSP માટે નોટિફિકેશનની પણ માંગ કરીએ છીએ. પ્રીપેડ વીજ મીટરો ઇન્સ્ટોલ કરવા જોઈએ નહીં. જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ચંદીગઢ જઈશું અને દિલ્હી જેવો મોરચો ઉઠાવીશું.

સરહદો સીલ કરાઈ
બીજી તરફ ખેડૂતોના વિરોધને જોતા ચંદીગઢ પોલીસે સરહદો સીલ કરી દીધી છે. SSP કુલદીપ ચહલ પણ ઘટનાસ્થળે છે. ખેડૂતોના વિરોધથી ગભરાઈને સરકારે તેમને બેઠક માટે બોલાવ્યા છે. અધિકારીઓ ખુદ ખેડૂતોને બસમાં ચંડીગઢના પંજાબ ભવન લઈ ગયા. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતો મોહાલી પહોંચ્યા છે. ખેડૂતોએ કહ્યું કે સરકાર તેમના સંઘર્ષને હળવાશથી લઈ રહી છે. રાત્રે જ્યારે ટ્રોલીઓ ગામની બહાર મોહાલી તરફ આવી ત્યારે સરકાર એક્શનમાં આવી ગઈ હતી. રાત્રે જ મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાની ખાતરી આપવામાં આવી રહી હતી. ત્યારે ખેડૂતોએ નિર્ણય લીધો હતો કે ખેડૂતો મોહાલી જશે. ત્યારપછી જે નિર્ણય લેવામાં આવે છે તે જોઈ લેવાશે.

ખેડૂતોને રોકવા રસ્તાઓ પર ટીપરો ઉભા કરી દીધા
ખેડૂતોના કાફલાને જોઈને સોમવારે રાત્રે જ ચંદીગઢ પ્રશાસન અને મોહાલીના અધિકારીઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. ચંદીગઢ અને મોહાલીની સરહદે આવેલા વિસ્તારમાં 12 વાગે પાકું બેરિકેડ લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. મંગળવારે સવારે મુખ્ય માર્ગો પર બેરીકેટ ઉપરાંત ટીપરો ઉભા કરવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો આગળ ન વધી શકે. આ સિવાય લગભગ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં બે હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

બે દિવસ અગાઉ જ રાકેશ ટીકૈતને બરખાસ્ત કરાયા
નવા કૃષિ કાયદા સામે સરકાર સામે મોરચો માંડનાર રાકેશ ટિકૈતને ભારતીય કિસાન યુનિયનમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે . આ સાથે જ નરેશ ટિકૈતને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ભારતીય કિસાન યુનિયન બે ભાગમાં વહેંચાયેલું છે. BKUના ઘણા નેતાઓ રાકેશ ટિકૈત જૂથમાંથી અલગ થઈ ગયા છે. નવી સંસ્થા ભારતીય કિસાન યુનિયન (અપોલિટિકલ)ના બેનર હેઠળ કામ કરશે. ફતેહપુરના રાજેશ સિંહ ચૌહાણને ભારતીય કિસાન યુનિયનના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top