Gujarat

સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7755 પ્રમાણે ટેકાના ભાવે મગ ખરીદશે

ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના (Farmer) હિતમાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ રૂ.૭૭૫૫ પ્રતિ ક્વિન્ટલ રહેશે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તા. ૨૯-૦૫-૨૦૨૩થી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં ૩૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તા.૧/૦૬/૨૦૨૩ ના રોજથી શરૂ કરવામાં આવશે. અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top