Business

ખરતાં વાળ? પોષક તત્ત્વોની ખામી હોઈ શકે!!

વાળના નિષ્ણાતો મુજબ, દિવસના લગભગ ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું એ સામાન્ય બાબત છે. જો એનાથી વધુ વાળ ખરતાં હોય તો નીચે મુજબનાં કારણો જવાબદાર હોઈ શકે.

  • વારસાગત
  • વાળનું ઊતરવું એ મોટેભાગે વારસાગત પેટર્ન હોઈ શકે.
  • ઉંમર
  •  અમુક ઉંમર બાદ ખોરાકમાં લીધેલાં વિટામિનોનું યોગ્ય પ્રકારે શરીરમાં અધિશોષણ થઈ શકતું નથી જેના પરિણામે વાળના મૂળને પૂરતું પોષણ મળી શકતું નથી અને તે ખરવા લાગે છે.
  • વાળના રોગો
  •  એલોપેસિયા જેવા વાળનાં મૂળિયાંમાં થતાં રોગને કારણે વાળનાં મૂળિયાં પોતાની પકડ છોડી દે છે અને ખરવા લાગે છે. કેન્સર જેવા રોગોના ઉપચારમાં વપરાતી કીમોથેરેપીની આડઅસરને કારણે પણ વાળ ઊતરે છે.
  • બાળજન્મ 
  • બાળકના જન્મ બાદ દૂધ બનવાને લીધે શરીરમાં થતી પ્રોટિન – કેલ્શિયમની ઊણપને કારણે સામાન્ય રીતે બાળકના જન્મના ૪-૫ મહિના બાદ વાળ ઊતરવા શરૂ થાય છે.
  • માંદગી અને ઉપચાર
  • શરીરમાં થતાં ઇન્ફેક્શન અને તેને મટાડવા માટે અપાતી એન્ટીબાયોટીક દવાઓના કારણે ખોરાક લેવાતો ઓછો થઈ જાય છે પરિણામે શરીરને મળતાં વિટામિન, પ્રોટિન અને કેલ્શિયમનો જથ્થો ઓછો થઈ જતાં તે વાળ ખરવામાં પરિણમે છે.
  • પ્રોટિન
  •  વાળના પોષણમાં પ્રોટિન અનિવાર્ય છે. દૂધમાં રહેલું કેસિન મૂળિયાંમાં ગ્લુટામાઈન નામનું એમિનો એસિડ પહોંચાડે છે જેથી વાળ ઊગે, સ્વસ્થ રહે અને ખરતાં અટકે છે. એથી વાળના સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જરૂરી છે. દૂધ ન પીતાં લેક્ટોઝ ઇન્ટોલરન્સના રોગીઓ અને વિગન લોકો વારંવાર વાળના ઊતરવાની સમસ્યાનો ભોગ બને છે.
  • સ્ટ્રેસ અને ડિપ્રેશન
  •  સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ વાળ ઊતરવાનું મોટું કારણ હોઈ શકે.
  • આપણા વાળ  ૯૮% પ્રોટિન (કેરાટીન)ના બનેલા છે. આ પ્રોટિનના શરીરમાં ઉત્પાદન અને આ પ્રોટિન વાળ સુધી પહોંચે એ માટે દરેક વિટામિનો અનુક્રમે એ, બી, સી, ડી અને ઈ મહત્ત્વનાં કાર્યો કરે છે. આવો, અહીં આ પોષક તત્ત્વો વાળ માટે કેમ ઉપયોગી છે અને એના સ્ત્રોત વિશે જાણીએ.
  • વિટામિન બી
  • વિટામિન બી રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય છે. આ રક્તકણો વાળનાં મૂળિયાં સુધી ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડવાનું કામ કરે છે. વાળની મજબૂતી માટે અત્યંત જવાબદાર એવું બી વિટામિન જેને આપણે ‘બાયોટીન’ તરીકે ઓળખીએ છીએ એ રોજિંદા આહારમાંથી મળી રહે તે જોવું જરૂરી બને.
  • સ્ત્રોત 
  • ાયોટીન આપણને બદામ – અખરોટ જેવા સૂકામેવા, માછલી અને લીલી ભાજીમાંથી મળી રહે છે. આ ખાદ્યપદાર્થોને રોજિંદા આહારમાં સ્થાન આપવું જરૂરી બને છે.
  • વિટામિન ઈ
  • વિટામિન ઈ  એન્ટી ઓક્સિડન્ટ છે જેનું કાર્ય આપણા શરીરના કોષોને વધતી ઉંમરનાં લક્ષણોથી બચાવવાનું છે. વાળનું ખરવું એ પણ વધતી ઉંમરનું લક્ષણ છે જેનાથી વિટામિન ઈ રક્ષણ આપે છે.
  • સ્ત્રોત
  • ાલકની ભાજી, અખરોટ, બદામ, સૂર્યમુખીનાં બીજ, અવાકાડો સારા પ્રમાણમાં વિટામિન ઈ ધરાવે છે.
  • વિટામિન સી
  • વિટામિન સી વાળ, ચામડી અને અન્ય કોષો માટે જરૂરી એવાં કોલાજન તત્ત્વના નિર્માણ માટે જરૂરી છે. વળી, વિટામિન સી  એન્ટી ઓક્સિડન્ટ તરીકે વર્તી લોહીને શુદ્ધ કરે છે. આ શુદ્ધ લોહી વાળને પણ તંદુરસ્તી બક્ષે છે.
  • સ્ત્રોત
  •  આમળાં, સ્ટ્રોબેરી, સંતરાં, લીંબુ  જેવાં ખાટાં ફળો વિટામિન સીના કુદરતી સ્ત્રોત છે.
  • વિટામિન એ
  •  વિટામિન એ શરીરના દરેક કોષના વિકાસ માટે અનિવાર્ય છે. વાળ એ શરીરના સૌથી ઝડપી વિકાસ પામતા કોષો છે એથી વિટામિન એ ની ઊણપ વાળના વિકાસને અટકાવી શકે. વળી, વિટામિન એ વાળનાં મૂળિયાંમાં રહેલી તૈલીય ગ્રંથિમાંથી તેલ (સિબમ) નું ઉત્પાદન કરવામાં મોટો ભાગ ભજવે છે. આ સિબમની ખામી, વાળનાં મૂળિયાંને નબળાં પાડી શકે છે.
  • સ્ત્રોત
  • વિટામિન એ આપણને પીળા – કેસરી રંગનાં ફળો અને શાકભાજી જેવાં કે પપૈયું, પાઈનેપલ, કેરી, ગાજર, કોળામાંથી મળે છે.
  • વિટામિન ડી
  •  વિટામિન ડી વાળનાં મૂળિયાંને મજબૂત કરે છે.
  • સ્ત્રોત
  •  સવારનો તડકો (આકરો ન હોય એવો) એ વિટામિન ડીનો સ્ત્રોત છે. આ ઉપરાંત ઈંડાં અને સાલમન માછલીમાંથી પણ થોડા પ્રમાણમાં વિટામિન ડી મળે છે.

Most Popular

To Top