કોરોના કાળમાં પણ રાજ્યમાં 99 ટકા સ્પેશ્યિાલિસ્ટ તબીબોની જગ્યાઓ ખાલી

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમાએ છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સુપર સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરોની 99 ટકા જેટલી જગ્યાઓ હાલમાં ખાલી છે. રાજ્યમાં માત્ર 13 સુપર સ્પેશ્યિાલિસ્ટ તબીબો ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 1,389 જગ્યાઓ ખાલી છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડોક્ટરોની ભરતી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં, તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની ફટકાર છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી હાલતું નથી.

અત્યારે કોરોના મહામારી થી સમગ્ર ગુજરાત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યની ભાજપ સરકાર આરોગ્ય સેવાનું માળખું સુધારવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં 1,392 સુપર સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરોની જરૂરિયાત છે. તેની સામે માત્ર 13 સુપર સ્પેશ્યિાલિસ્ટ તબીબો કાર્યરત છે. જ્યારે 99 ટકા જેટલી જગ્યાઓ એટલે કે 1,379 જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જગ્યાઓ આજ દિન સુધી ખાલી છે. જેમાં જનરલ સર્જન, બાળ રોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત સહિત અનેક રોગોના નિષ્ણાત તબીબોની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી રહી છે.
ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યમાં આરોગ્ય સેવાઓનું માળખું તૈયાર કરવામાં સરકાર નિષ્ફળ નીવડવાની, સાથે સાથે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આરોગ્ય કર્મચારીઓનું મોટા પાયે આર્થિક શોષણ કરી છે.

Most Popular

To Top