World

કોરોના મહામારી વચ્ચે યુરોપિન દેશો અને અમેરિકામાં જોવા મળ્યા આ નવા વાયરસના કેસ

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે મંકીપોક્સના (Monkeypox) ચેપનો ભય વધી રહ્યો છે. મંકીપોક્સ હવે યુરોપિન દેશોથી (European countries) અમેરિકા તરફ આગળ ફર્યો છે. યુરોપના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે અને હાલમાં જ અમેરિકામાં (America) તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બ્રિટનમાં (Britain) પણ અત્યાર સુધીમાં 9 કેસ નોંધાયા છે.

કયા કયા દેશમાં નોંધાયા મંકીપોક્સના કેસો?
કોરોનાની બાદ હવે મંકીપોક્સે દસ્તક આપી છે. જે યુરોપિયન દેશોમાં અને હવે અમેરીકામાં પણ તેના કેસો નોંધાયા છે. યુએસના મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના જણાવ્યા અનુસાર, બુધવારે અમેરિકામાં મંકીપોક્સનો એક કેસ નોંધ્યો છે. આ કેસ મેસેચ્યુસેટ્સમાં નોંધ્યો છે. જે વ્યક્તિને મંકીપોક્સ પોઝિટિવ આવ્યો છે તે હાલમાં જ કેનેડાથી પરત આવ્યો હતો. તેથી કેનેડામાં પણ એક ડઝનથી વધુ શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત સારી છે. આ સિવાય સ્પેન અને પોર્ટુગલમાં અત્યાર સુધીમાં 40 થી વધુ કેસ નોંધાયા છે. બ્રિટનમાં પણ 6 મેથી અત્યાર સુધીમાં 9 કેસ નોંધાયા છે. મંકીપોક્સથી સંક્રમિત થયા પછી બીજા રોગની જેમ જ તાવ આવે છે અને તે થોડા અઠવાડિયામાં ઠીક પણ થઈ જાય છે. પરંતુ કેટલાક કેસોમાં તે વધુ ગંભીર હોય છે અને તેને ઠીક થતાં વધરે સમય લાગે છે. પશ્ચિમ આફ્રિકામાં આ રોગ મૃત્યુનું કારણ બન્યો છે.

પહેલો કેસ કયારે નોંધાયો હતો?
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) અનુસાર આ રોગ પ્રથમ વખત 1958માં દેખાયો હતો. ત્યારબાદ સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં આ ચેપ જોવા મળ્યો. તેથી જ તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું છે. આ વાંદરાઓમાં શીતળા જેવા રોગના લક્ષણો જોવા મળ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970 માં નોંધાયો હતો. ત્યારબાદ કોંગોમાં રહેતા 9 વર્ષના બાળકમાં આ ચેપ જોવા મળ્યો હતો. 1970 પછી 11 આફ્રિકન દેશોમાં મનુષ્યોને મંકીપોક્સથી ચેપ લાગ્યો હોવાના કિસ્સા નોંધાયા હતા. મંકીપોક્સનો ચેપ આફ્રિકાથી વિશ્વમાં ફેલાયો છે.

મંકીપોક્સના લક્ષણો શું છે?
મંકીપોક્સ એ એક દુર્લભ અને ગંભીર વાયરલ રોગ છે. જે મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં વર્ષોથી હજારો લોકોમાં ફેલાઈ રહ્યો છે, પરંતુ યુરોપના દેશો માટે તે એક નવી બાબત છે. મંકીપોક્સમાં પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સુસ્તીનો સમાવેશ થાય છે. આ રોગમાં એકવાર તાવ ઉતરી જાય પછી આખા શરીરમાં ફોલ્લીઓ થઈ જાય છે. આ ફોલ્લીઓ ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. સામાન્ય રીતે તે હાથની હથેળીઓ અને પગના તળિયા પર વધારે જોવા મળે છે. આ ફોલ્લીઓ પર ખંજવાળ પણ થાય છે. પરતું તે પાછળથી પોપડાની જેમ પડી જાય છે પણ તેના ડાઘ રહી જાય છે. ચેપ સામાન્ય રીતે તેની જાતે જ 14 થી 21 દિવસની વચ્ચે ઠીક થઈ જાય છે. પરતું ગંભીર કેસોમાં તે વધારે સમય લાગી શકે છે.

કેવી રીતે ફેલાય છે?
મંકીપોક્સએ કોરોનાની જેમ ઝડપથી કે સરળતાથી ફેલાતો નથી. પરતું તે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી માણસની ત્વચા, શ્વસન માર્ગ, આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશે છે. તે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વસ્તુઓ જેમ કે પથારી અને કપડાં દ્વારા પણ ફેલાય છે.

Most Popular

To Top