Business

અંબાણી-અદાણી સહિત આ ધનકુબેરોના કરોડો રૂપિયા શેરબજારમાં ધોવાયા

નવી દિલ્હી: અમેરિકા સહિત વિશ્વભરના (Worldwide) શેરબજારો (Share market) હાલ નબળી સ્થિતિમાં છે. બુધવારે યુએસ માર્કેટમાં (US Market) છેલ્લા બે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક મોરચે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટીમાં (NSE નિફ્ટી) 2.50 ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં થયેલા ઘટાડાની અસર વિશ્વના (World) સૌથી ધનિક વ્યક્તિઓ પર પણ પડી છે. એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani) હોય કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક (Elon Musk) દરેકને ભારે નુકસાન થયું છે. જેમાં ઇલોન મસ્કને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થમાં $12.4 બિલિયન એટલે કે લગભગ રૂ. 964 બિલિયનનો ઘટાડો થયો છે.

શેરબજારમાં ડાઉન થતા ફેસબુક અને ગૂગલના માલિકના પણ કરોડો રૂપિયા ડૂબ્યા

ભારતીય સમય મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વના 10 સૌથી ધનિક લોકોએ $42.7 બિલિયન એટલે કે લગભગ 3,318 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ ટોપ 10 અમીરોમાં સામેલ તમામ અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કને સૌથી વધુ $12.4 બિલિયનનું નુકસાન થયું છે અને હવે તેમની નેટવર્થ ઘટીને $218.1 બિલિયન થઈ ગઈ છે. એક સમયે તેમની સંપત્તિ 300 અબજ ડોલરથી પણ વધુ હતી. જો કે હાલ આટલું મોટું નુકસાન થયું હોવા છતાં તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે.

અદાણી-અંબાણી પણ નુકસાનથી ન બચી શક્યા
ભારતના ટોચના 2 સૌથી અમીર લોકો પણ આ નુકસાનથી બચી શક્યા નથી. તાજેતરમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત સહિત એશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાકમાં $693 મિલિયન એટલે કે લગભગ 5,385 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. કરોડોનું નુકસાન થયા બાદ તે હાલમાં $108.2 બિલિયન, આશરે 8,407 બિલિયન રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે ભૂતકાળમાં તેમણે વોરેન બફેટ અને બિલ ગેટ્સને પણ પાછળ છોડી દીધા હતા. તેજમ મુકેશ અંબાણીને $1.6 બિલિયન એટલે કે લગભગ 124.3 બિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. અંબાણી હાલમાં $92.8 બિલિયન, લગભગ 7210.65 બિલિયન રૂપિયીની નેટવર્થ સાથે વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે.

ફેસબુક-ગૂગલના માલિક પણ બન્યા નુકસાનનો ભોગ
મસ્ક પછી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન બેઝોસે $8.2 બિલિયન ગુમાવ્યા છે અને હવે તેઓ $132.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ઓરેકલના લેરી એલિસનને $4.7 બિલિયનનું નુકસાન થયું છે. એલિસન હાલમાં $94.5 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સમયગાળા દરમિયાન ફેસબુકના માર્ક ઝુકરબર્ગની નેટવર્થ $3.6 બિલિયન ઘટીને $68.9 બિલિયન થઈ ગઈ છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ 14મા ક્રમે છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ $3.5 બિલિયનની ખોટ સાથે સાતમા સ્થાને છે અને તેમની વર્તમાન નેટવર્થ $96.6 બિલિયન છે.

Most Popular

To Top