યુરોપમાં કોરોના ટર્નિંગ પોઇન્ટ પર

ડોકટરો ચેતવણી આપી રહ્યા છે કે યુરોપ એક ટર્નિંગ પોઇન્ટ પર છે જ્યારે કોરોનાવાયરસના કેસો આખા ખંડમાં ફરી વધી રહ્યા છે અને સરકારો હવે આખા અર્થતંત્રને લૉકડાઉન કર્યા વિના નિયંત્રણો લાદવા પ્રયાસો કરી રહી છે.

જયારે નવા કેસો વિક્રમી સ્તરે પહોંચી રહ્યા છે ત્યારે ચેક રિપબ્લિકન શાળાઓ બંધ કરી રહ્યું છે અને એક ફિલ્ડ હોસ્પિટલ બનાવી રહ્યું છે. પોલેન્ડે રેસ્ટોરાંઓના કલાકો મર્યાદિત કર્યા છે અને જીમો તથા શાળાઓ બંધ કરી દીધા છે.

ફ્રાન્સમાં શનિવારથી રાત્રિના ૯ વાગ્યાથી અમલમાં આવે તેવો નાઇટ કરફ્યુ શરૂ થઇ રહ્યો છે. બ્રિટનમાં સત્તાવાળાઓ દેશની ઉત્તરના વિસ્તારોમાં પીઠાઓ બંધ કરી રહ્યા છે તો લંડન તથા દેશના અન્ય ભાગોમાં સોશિયલાઇઝિંગ પર મર્યાદાઓ લાદી રહ્યા છે. આ એક ચિંતાજનક સ્થિતી છે જેને અવગણી શકાય નહીં. યુરોપિયન લેવલે તે એક ગંભીર સ્થિતિ છે એમ ઇટાલીના આરોગ્ય મંત્રી રોબર્ટો સ્પેરાન્ઝાએ જણાવ્યું હતું.

ઇટાલીમાં મિલાન એ કેસોમાં ફરી વધારાનું ઉદભવબિંદુ છે અને ત્યાં પણ હોસ્પિટલોમાં તંગી પડી રહી છે. જો કે ત્યાં માર્ચ અને એપ્રિલમાં હતી તેના કરતા સ્થિતિ ઘણી સારી છે. તે મહિનાઓમાં એક દિવસમાં ૯૬૯ મોતનો વિક્રમ રચાયો હતો જ્યારે ગુરુવારે આ દેશમાં ૮૩ મૃત્યુ નોંધાયા હતા જે અગાઉના દિવસ કરતા બમણા છે પણ છતાં અગાઉના લેવલ કરતા ઘણા ઓછા છે છતાં પાડોશના દેશોની સ્થિતિ જોતા અહીં પણ સ્થિતિ બગડવાનો ભય છે.

Related Posts