National

હવે નવ શહેરોમાં ડિજિટલ રુપિયાનો ઉપયોગ કરી શકાશે, મોબાઈલ ફોનથી આ રીતે મળશે સિક્કા

નવી દિલ્હી: RBIએ ડિજિટલ રૂપિયાને (Digital Rupees) લઈને મહત્વની જાહેરાત કરી છે. આ અંતર્ગત પાંચ નવી બેંકો (Bank) અને 9 શહેરોનો (City) પણ સમાવેશ કરવામાં આવશે. બુધવારે RBIના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે નાણાકીય નીતિ સમીક્ષા પછી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રિટેલ CBDC (ડિજિટલ રૂપિયો) હાલમાં ફક્ત 50,000 ગ્રાહકો અને 5,000 વેપારીઓ માટે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં વધુ પાંચ બેંકો પણ તેના કાર્યક્ષેત્રમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત તેઓ 9 નવા શહેરોમાં પણ વિસ્તરણ કરવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે ડિજિટલ રૂપિયો એટલે કે ઇ-રૂપી રિટેલ ગ્રાહકો માટે ડિસેમ્બરની શરૂઆતમાં RBI દ્વારા પ્રથમ વખત જારી કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે હાલમાં પાંચ શહેરોમાં આઠ બેંકો સાથે ઈ-રુપિ માટે પાયલોટ ટેસ્ટ ચાલી રહ્યો છે.

સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું કે તેને ડિજિટલ કરન્સી અપનાવવાની તેઓને કોઈ ઉતાવળ નથી અને તેઓ તમામ અવરોધોને દૂર કર્યા પછી ઈ-રુપિને અપનાવશે. સીબીડીસી આરબીઆઈ દ્વારા 1 નવેમ્બરના રોજ જથ્થાબંધ ઉપયોગ માટે જારી કરવામાં આવી હતી, જ્યારે તે 1 ડિસેમ્બરના રોજ છૂટક ઉપયોગ માટે જારી કરવામાં આવી હતી. CBDCને અપનાવવાથી આંતર-બેંક બજાર વધુ કાર્યક્ષમ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

RBI મોબાઈલ ફોનથી સિક્કા ઉપાડવા માટે દેશભરમાં કોઈન વેન્ડિંગ મશીન ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે
આ ઉપરાંત ટૂંક સમયમાં મોબાઈલ ફોન દ્વારા સિક્કા ઉપાડી શકાશે તેવી જાણકારી પણ મળી આવી છે. RBI આ માટે દેશભરમાં કોઈન વેન્ડિંગ મશીન ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. જેને QR કોડથી સ્કેન કરી શકાય છે અને તે પછી મશીનમાંથી સિક્કા કાઢી શકાય છે. આ માટે આરબીઆઈ ટૂંક સમયમાં 12 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 12 શહેરોમાં કોઇન વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જે અંતર્ગત UPI સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી QR કોડ દ્વારા પેમેન્ટ કરી શકાય છે. આ મશીનોમાં સિક્કા કાઢવા માટે બેંક નોટની જરૂર નહીં પડે. સિક્કા ફક્ત QR કોડથી જ ઉપાડી શકાશે. RBIના જણાવ્યા અનુસાર પાયલોટ પ્રોડક્ટ હેઠળ મેળવેલ અનુભવ પછી સમગ્ર દેશમાં તેનો ઉપયોગ કરવા માટે બેંકો માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

Most Popular

To Top