National

ED સમક્ષ હાજર થયા રાહુલ ગાંધી, કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, નેતાઓની અટકાયત

નવી દિલ્હી(New Delhi): નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case)માં આજે EDએ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ૩ કલાક સુધી પૂછપરછ કરી હતી. 11 વાગ્યે EDની ઓફિસ પર પહોચેલા રાહુલ ગાંધીને 50 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. દરમ્યાન કોંગ્રેસે આ કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો હતો. સવારથી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિવિધ જગ્યાએ-જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા. જેની પર લખવામાં આવ્યું હતું- રાહુલજી તમે સંઘર્ષ કરો અમે તમારી સાથે છીએ. પોલીસે રાહુલ ગાંધીની સાથે ED ઓફિસે જઈ રહેલા નેતાઓની અટકાયત કરી હતી. તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલા સહિત ઘણા નેતા સામેલ હતા. કોંગ્રેસના દેખાવને જોતા દિલ્હી પોલીસે કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ સુધીનો રસ્તો સીલ કરી દીધો હતો.

આ પહેલાં રાહુલ ગાંધી પૂછપરછ માટે EDની ઓફિસ પહોંચ્યા ત્યારે પ્રથમ સુરક્ષાકર્મીઓએ તેમને પૂછ્યું કે તમારી પાસે મોબાઈલ ફોન છે તો તેમને જવાબ આપ્યો હતો કે, ‘તમે ચેક કરો. આ તમારી ફરજ છે. જોકે, રાહુલ ગાંધીએ મોબાઈલ ફોન પોતાની પાસે રાખ્યો ન હતો. તેમના હાથમાં માત્ર ED સમન્સની કોપી હતી. રાહુલ ગાંધીને સુરક્ષાકર્મીઓ સાથે ED રેન્કના તપાસ અધિકારી પાસે લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં રાહુલ ગાંધીએ તેમની સાથે રહેલા સુરક્ષાકર્મીઓ પાસેથી તેમનું નામ પૂછ્યું. તેમજ તમે કેટલા દિવસથી અહીં કામ કરો છો. શું તપાસ માટે આવનાર દરેક વ્યક્તિને આ જ રીતે તપાસ અધિકારી પાસે લઈ જવામાં આવે છે? જો કે, સુરક્ષા કર્મચારીઓ અને ED સ્ટાફ હસતા રહી ગયા હતા. તેમણે જવાબ આપ્યો ન હતો.

રાહુલ ગાંધી અધિકારી આવ્યા ત્યાં સુધી ઉભા જ રહ્યા
રાહુલ ગાંધી જ્યારે તપાસ અધિકારીના રૂમમાં પહોંચ્યા ત્યારે તે અધિકારીઓ હાજર ન હતા. તેમને કર્મચારીઓને પૂછાતા તેઓએ કહ્યું કે તમે બેસો, સાહેબ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી અધિકારી આવ્યા ત્યાં સુધી રાહુલ ગાંધી ઊભા રહ્યા હતા. અધિકારીઓએ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીને બેસવા કહ્યું હતું. માસ્ક પહેરીને રાહુલ ગાંધીએ કહ્યું, ‘આભાર! તમને જે જોઈએ તે મને પૂછો હું તૈયાર છું. રાહુલ ગાંધીને પાણી આપવામાં આવ્યું હતું. તેમને ચા(Tea) અને કોફી(Coffee) વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે બધું જ નકારી દીધું હતું. તેમણે એક વાર પણ માસ્ક ઉતાર્યું ન હતું.

‘અહીં માત્ર કોંગ્રેસના નેતાઓની જ પૂછપરછ થાય છે: રાહુલ ગાંધીએ અધિકારીને પૂછ્યું
રાહુલ ગાંધીએ તપાસ અધિકારીને તેમના નામ અને પદ વિશે પણ પૂછ્યું હતું. રાહુલ ગાંધીએ અધિકારીને પૂછ્યું, ‘અહીં માત્ર કોંગ્રેસના નેતાઓની જ પૂછપરછ થાય છે કે તમે બીજા કોઈને બોલાવો છો?’ જોકે, અધિકારીએ આનો જવાબ આપ્યો ન હતો. EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે 50 થી વધુ પ્રશ્નો તૈયાર કર્યા હતા. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીના જવાબોમાંથી બહાર આવતા સવાલો વધતા પૂછપરછ લાંબી ચાલી હતી.

Most Popular

To Top