Gujarat

કેવડિયા બાદ આ શહેરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ

કચ્છ: ગુજરાતના (Gujarat) નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છમાં (Kutch) વારંવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે એટલે કે સોમવારે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે, જ્યારે તેનું કેન્દ્રબિંદુ બચાવથી 10 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. ગતરોજ નર્મદા (Narmada) જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. તુર્કી બાદ ભારતના કેટલાક રાજ્યોમાં વારંવાર ભૂકંપની ઘટનાઓ સામે આવતી રહી છે.

મળતી માહિતી અનુસાર ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી હતી. કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ગભરાય ગયા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાયવે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

કેવડિયાથી માત્ર 5 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું
તમને જણાવી દઈએ કે રાજ્યના કચ્છ અને અમરેલી વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

13 માર્ચે કચ્છમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો, 3.9 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
કચ્છ: ગુજરાતના (Gujarat) કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. જો કે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનો સમય લગભગ બપોરે 3.58 વાગ્યાનો હતો. અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા 26 અને 27 ફેબ્રુઆરીએ પણ બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 અને 3.8 હતી. 26 ફેબ્રુઆરીએ ગુજરાતના રાજકોટમાં સવારે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ અંગે માહિતી આપી હતી. NCS એ ટ્વિટ કર્યું હતું કે રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW) લગભગ 270 કિલોમીટરના અંતરે બપોરે 3:21 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Most Popular

To Top