Gujarat Main

હવે દરિયામાં ડૂબેલી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના કરી શકાશે દર્શન, સબમરીન ભક્તોને 300 ફૂટ નીચે લઈ જશે

ગાંધીનગર: પ્રભુ શ્રી કૃષ્ણની દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન હવે શક્ય બનશે. સરકાર દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાત સરકારે એક ખાનગી કંપની સાથે એમઓયુ સાઈન કર્યા છે. તેની ઓફિશિયલ જાહેરાત વાઈબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે સબમરીનની આ એક ટ્રીપ બે કલાકથી વધુની રહેશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રુ મેમ્બર સાથે સફરમાં જઈ શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી અરબી સમુદ્રમાં ડુબી ચૂકી છે. તેના દર્શન હવે હરિ ભક્તો કરી શકશે. એવા સમાચાર મળ્યા છે કે, પ્રભુ શ્રી કૃષ્ણની ડૂબેલી દ્વારકાના દર્શન સબમરીનમાં બેસીને મદદ કરશે. ભક્તો અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં દર્શન કરશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાવ ડૉક શિપયાર્ડ કંપની વચ્ચે કરાર થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ એમઓયુની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે.

Most Popular

To Top