SURAT

કોરોના કાળમાં સહકારી બેન્કોએ બે કરોડથી વધુ લોન લેનાર કંપનીને વ્યાજ પરત કરવું પડશે

surat : કોરોનાની ( corona) પ્રથમ અને બીજી લહેરને ( second wave ) લીધે નાના અને મધ્યમ હરોળના ઉદ્યોગોને વ્યાપક નુકશાન થયુંછે. પ્રથમ લહેરમાં બેંકોથી ધિરાણ મેળવનારા યુનિટોએ લોન રિસ્ટ્રક્ચરનો લાભ લીધો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરને લીધે ઉદ્યોગ ધંધા 14 મહિના બંધ રહેતા આરબીઆઇએ હવે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી બેંકોને આદેશ આપ્યો છે કે જે સહકારી બેંકોએ ધિરાણના વ્યાજ ઉપર વ્યાજ એટલેકે ચક્રવૃદ્ધિ વ્યાજની વસુલાત કરી છે તે લોન લેનારને પરત કરવુંપડશે. જો આ વ્યાજની રકમ પરત કરવામાં નહીં આવે તો ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

ર કરોડ સુધીની લોન લેનારને જ ગત વર્ષના મોરેટોરિયમ વખતે વસુલવામાં આવેલું વ્યાજનું વ્યાજ પરત કરવા જણાવવામાં આવ્યુ હતુ, તે હવે ૨ કરોડથી વધુની લોન લેનારને પણ આપવા માટે આદેશ કરાયો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે મોરેટોરિયમ તો જાહેર કરાયો નથી પરંતુ લોન રિસ્ટ્રક્ટરનું વિકલ્પ ઓપન કરવામાં આવ્યું છે.

આરબીઆઈના ( rbi) વિવિધ સર્ક્યુલરની કો.ઓપરેટીવ બેંકોની અસર વિશે સાઉથ ગુજરાત કો.ઓપરેટીવ બેંક એસો.(સ્કોબા ) દ્વારા આયોજિત વેબિનારને સંબોધતા સુરત પીપલ્સ બેકના જીએમ ડો.જતિન નાયકે જણાવ્યું હતું કે,એમએસએમઈ અને અધર ધેન એમએસએમઈ માટે 25 લાખ સુધીની લોન રિરક્યર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.જેની પ્રક્રિયા ૩૦દિવસમાં પૂરી કરાવની છે.જેની સામે એનપીએ થયેલા ખાતાને પણ પલ્સમાં બતાવીને રિક્વર કરવા સૂચન કરાયું છે. તેનાથી બેકના નફાને મોટી અસર થવાની છે . આ સાથે જ ૨ કરોડ સુધીની લોનની માફ ક ૨ કરોડથી વધુની લોન લેનારને પણ હવે ગત વર્ષે મોરેટોરિયમ બાદ હપ્તા સાથે વસુલાયેલા વ્યાજના વ્યાજનું રિફંડ આપવાનું છે. આરબીઆઇની આ સર્કુલરથી બેંકોની આર્થિક સ્થિતિને સીધી અસર થશે

Most Popular

To Top