SURAT

વિશ્વ પર્યાવરણ દિવસે મનપા દ્વારા કોરોના વોરિયર્સને તુલસીના રોપાનું વિતરણ

surat : પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ( World Environment Day) નિમિત્તે દર વર્ષે વૃક્ષારોપણ માટે એક ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે મનપા દ્વારા 2.5 લાખ વૃક્ષ રોપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. સાથે જ મનપા અને વનવિભાગ દ્વારા આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે કણસાડ નગરપાલિકાની જૂની ઓફિસની બાજુમાં 250 જેટલા રોપાઓના મનપા કમિશનર, પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવશે.

સાથે જ મનપા દ્વારા આ વર્ષે કોરોના મહામારીમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા નર્સ, ડોક્ટર તમામ આરોગ્ય સ્ટાફ એટલે કે, કોરોના વોરિયર્સને તુલસીના રોપા અપાશે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા ( surat smc) દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ મનપા દ્વારા શહેરમાં 1.5 લાખ રોપાઓનું જાતે પ્લાન્ટેશન ( plantetion ) કરવામાં આવશે. સાથે જ 1 લાખ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે. જેમાં મનપાને મેસેજ અને કોલ કરતા જ મનપાની ટીમ જે-તે વિસ્તારમાં જઈ પ્લાન્ટેશન કરી આપશે. તેમજ મનપાના નક્કી કરેલાં સ્થળો પરથી પણ શહેરીજનો રોપાઓ લઈ જઈ શકશે. તેમજ મનપા દ્વારા મનપાની વિવિધ સાઈટ પર 1.5 લાખ રોપાઓનું પ્લાન્ટેશન કરશે.

કોવિડ હોસ્પિટલોમાં મનપા કોરોના વોરિયર્સને તુલસીના રોપા આપશે

કોરોનાની મહામારીમાં સતત લડત આપી રહેલા તમામ કોરોના વોરિયર્સને તુલસીના રોપા આપશે. મનપા દ્વારા આવતીકાલે મનપા સંચાલિત 48 હેલ્થ સેન્ટર્સ ( health center) ઉપર અને 2 હોસ્પિટલ સિવિલ ( surat civil) અને સ્મીમેર ( smimmer) ખાતે જઈ મેડિકલ સ્ટાફને ( medical staff) તુલસીના રોપા આપશે. અંદાજિત 2000 જેટલા કોરોના વોરિયર્સને તુલસીના રોપા આપવાનું આયોજન મનપા કરશે.

Most Popular

To Top