Business

સ્થાનિક શેર બજારમાં તેજી : શુક્રવાર રોકાણકારોને ફળી ગયો,આ શેરોએ કર્યો સારો દેખાવ

નવી દિલ્હી : ડોમેસ્ટિક (Domestic) શેર બજારમાં (Share Market) છેલ્લા ત્રણ દિવસથી ભારે મંદીનો માહોલ છે. જોકે શુક્રવાર રોકાણકારો (Investors) માટે ખુબ સારો રહ્યો હોઈ તેવું કહી શકાય. દરમ્યાન સેન્સેક્સ (Sensex) 303 અંકોના ઉછાળા સાથે 60261 ઉપર પહોંચી ગયો હતો. આને આ સાથે નિફટી (Nifty) પણ 98 અંકોની તેજ રફ્તાર પકડીને 17956ના લેવલે બંધ રેહ્યો હતો.દરમ્યાન બેન્ક નિફટી પણ 290 અંક ઉછળીને 42371 અંકો ઉપર બંધ થયો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે વ્યવસાઇક માધ્યમમાં બેંક,આઇટી,મેટલ અને પીએસયુ સેક્ટરના શેરોમાં મજબૂતાઈ જોવા મળી હતી. સેનેસ્ક્સમાં ટાટા સ્ટીલ અને ઇન્ડેક્સમાં બેન્કના શેરોમાં બે-બે ટકા જેટલી તેજી જોવા મળી હતી. જ્યાં બીજી તરફ ટાઇટેનના શેરોમાં એક ટકા જેવો નિચો ગયો હતો.વૈશ્વિક બજારની વાત કરીએતો રૂપિયો ડોલરના મુકાબલામાં 22 પૈસાની મજબૂતી સાથે 81.33ની તેજી સાથે બંધ થયો હતો.

આ શેરોમાં શુક્રવારે ઘટાડો રહ્યો હતો
અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે બજાર ખુલતી વખતે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. નજીવા ઘટાડા સાથે માર્કેટ ખુલ્યા બાદ બજારે તેનો ઘટાડો જારી જ રાખ્યો હતો. અને આ સાથે જ ટ્રેડિંગની 10 મિનિટમાં જ સેન્સેક્સ 262.49 પોઈન્ટ ઘટીને 59,695.54 પર ટ્રેડ થઈ ગયો હતો. તે જ સમયે NSE નિફ્ટી પણ 61.15 પોઈન્ટ ઘટીને 17,797.05 પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં આવતા બેંકિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આજે શરૂઆતના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેરો લાભ સાથે અને 19 નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં તેજી સાથે અને 22માં ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો હતો.

જાણો શેરબજારનું હવે પછીનું અઠવાડિયું કેવું જશે
શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. એક દિવસ માર્કેટ 500 પોઈન્ટ્સ વધે છે અને બીજા દિવસે 700 પોઈન્ટ ઘટી જાય છે. જો કે આ દરમિયાન ઘણા એવા શેર છે જેમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે અમે તમને એવા 10 શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. નિષ્ણાતો કહે છે કે આ શેરોમાં વધુ વધારો જારી રહી શકે છે. જો કે, અમે આમાંથી કોઈપણ શેરમાં રોકાણની ભલામણ કરતા નથી. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારું સંશોધન કરો. જો શક્ય હોય તો નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.

શેરના 52 અઠવાડિયાના ઉંચા ભાવ
3P Land Holdings Ltd 36.85 રૂપિયા
Aashka Hospitals Ltd 73.50 રૂપિયા
Aastamangalam Finance Ltd 22.22 રૂપિયા
ABIRAMI FINANCIAL SERVICES (INDIA) LTD. 23.91 રૂપિયા
Active Clothing Co Ltd 44.25 રૂપિયા
Adcon Capital Services Ltd 4.35 રૂપિયા
ALFA TRANSFORMERS LTD. 16.44 રૂપિયા
Ascensive Educare Ltd 35.90 રૂપિયા
BHASKAR AGROCHEMICALS LTD. 90.50 રૂપિયા
Colab Cloud Platforms Ltd 66.20 રૂપિયા

Most Popular

To Top