Charchapatra

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા આટલું કરો

કોઇ વ્યકિત જયારે મનથી હારી જાય છે ત્યારે તે ખરેખર હારી જાય છે. જો તે મનથી જીતે એટલે કે મનથી એવું માની લે છે કે મારી જીત પાકકી છે ત્યારે તે ખરેખર જીતી જાય છે અને તેનામાં હિમ્મત આવે છે. આપણા જીવનમાં મન ખરેખર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવત વાસ્તવિક જીવનમાં સારી છે. જો મન ખુશ હોય તો આપણો આખો દિવસ ખુશીથી પસાર થાય છે. પણ ખરેખર જોવા જઇએ તો આપણા જીવનમાં ખુશી (સુખ) અને ગમ (દુ:ખ) જેવું કશું જ હોતું નથી. પરંતુ આપણું મન આવી પડેલ પરિસ્થિતને અનુકૂળ ન થાય તેથી જ આપણે દુ:ખી થઇએ છીએ. સાંપ્રત સમયમાં મોટા ભાગની વ્યકિતઓ સહેજ પણ કષ્ટ સહન કરવા તૈયાર નથી. જેમ કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ન ભરવા જેવું પગલું ભરી લે છે.

આત્મ હત્યાનો માર્ગ લે છે. આવું આપણે અવારનવાર સમાચારપત્રોમાં વાંચીએ છીએ. ટી.વી. અને ફિલ્મોમાં પણ આવી ઘટનાઓ દર્શાવવામાં આવતી હોય છે. વ્યકિત કે વિદ્યાર્થીઓ આ કૃત્ય કેમ કરે છે ? તેમને દુ:ખદ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા શું કરવું જોઇએ? આવા સમયે તેમને એક માર્ગદર્શક અથવા કાઉન્સેલિંગમાં એકસપર્ટ હોઇ એવા શિક્ષકની જરૂર પડે છે. જે વિદ્યાર્થીઓ સાથે ખૂબ સારી રીતે વાતચીત કરી શકે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકે. તેમને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે કે આપણે આપણા મનથી હાર માની લઇએ એટલે જ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આમ વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરવાની ખાસ જરૂર છે.

આ માટે વિદ્યાર્થીઓને હતાશામાંથી બહાર કાઢવા માટે પ્રેરક વકતવ્ય રજૂ કરે તેવા વકતાને બોલાવી શકાય. કાઉન્સેલિંગમાં એકસપર્ટ હોઇ તેવા કાઉન્સીલર બોલાવી શકાય અને તેમના દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાવી શકાય છે. સારા અને પ્રેરણાત્મ વિડીયો, ફિલ્મો તથા ચિત્રો દર્શાવી શકાય. સારા પ્રેરક પુસ્તકો, લેખો તથા મહાન સફળ વ્યકિતઓના જીવન કવન કે આત્મકથા વંચાવી શકાય છે. તેમના માતા-પિતાને પણ જાણ કરીને આવી બાબતો દ્વારા વિ.ઓને હતાશામાંથી બહાર કાઢી શકાય છે. ખરેખર આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવો હોય તો, ‘મન કે હારે હાર હે, મન કે જીતે જીત’ આ કહેવત ગાંઠે બાંધવી જોઇએ એવું નથી લાગતું?
અંકલેશ્વર  – પ્રભુભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સરકારી કામો હજુ આજે પણ લબડધક્કે થાય છે
સરકાર-વિકાસનો ખિતાબ લઈને ફરે છે. પરંતુ સરકાર સંચાલિત બહુમાળી મકાનમાં જઈએ તો ઘણી જ તકલીફો સહન કરવી પડે છે. સરકારને નમ્ર વિનંતી છે કે આ બાબતોમાં ધ્યાન આપી-સગવડમાં વૃધ્ધિ કરે, ખાસ તો મારો અનુભવ:- તા.05-09-2022 મંગળવાર સમય સાંજે  04 થી 5:45 હું સિનીયર સીટીઝન છું, સાથે-મોટી ઉંમર વાલા 02 વ્યક્તિને વસિયતનામાં માટે ગયો હતો, બેસવાની સગવડ નહીં, અને ભયંકર ગરમી- સહન કરી. લગાવેલ પંખા ખરાબ છે. સુરતમાં આવેલ બહુમાળીના મકાનની હાલત બહુ જ ખરાબ છે.
સુરત     – જે.કે.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top