મેરીકોમ સહિત અન્ય બોક્સરોને પ્રેરણા આપનાર ડિન્કો સિંહનું નિધન

નવી દિલ્હી : એશિયન ગેમ્સ (asian games)માં ગોલ્ડ મેડલ (gold medal)જીતનારા તેમજ ભારતીય બોક્સીંગ (Indian boxing)ને એક નવી દિશા આપનારા ડિન્કો સિંહ (Dinko sinh)નું લિવર કેન્સર (liver cancer) સામે લાંબો સમય ઝઝુમ્યા પછી ગુરૂવારે નિધન (death) થયું હતું. તેઓ 42 વર્ષના હતા અને 2017થી આ બિમારીથી પિડાતા હતા. બેથમવેટ બોક્સર કેન્સરથી પિડાતા હોવાની સાથોસાથ ગત વર્ષે કોરોના (corona)નો પણ ચેપ લાગ્યો હતો. અને તેઓ કમળાથી પણ પિડાતા હતા. તેમના પરિવારમાં પત્ની એક પુત્ર અને એક પુત્રી છે.

મણિપુરના આ સુપરસ્ટારે 10 વર્ષની વયે પોતાનું પહેલું નેશનલ ટાઇટલ સબ જૂનિયર જીત્યું હતું. ડિન્કો સિંહ ભારતીય બોક્સીંગના પહેલા સ્ટાર બોક્સર હતા, જેમના એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલે છ વારની વર્લ્ડ ચેમ્પિયન એમ સી મેરીકોમ સહિત અન્ય બોક્સરોને પ્રેરણા આપી હતી. ડિન્કો એક નિડર બોક્સર ગણાતા હતા. તેમણે બેંગકોક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સુધીના પ્રવાસમાં બે ઓલિમ્પિક્સ ચેમ્પિયન થાઇલેન્ડના સોનતાયા વાંગપ્રાટેસ અને ઉઝબેકિસ્તાનના તૈમુર તુલયાકોવને હરાવ્યા હતા, જે એ સમયે કોઇપણ ભારતીય બોક્સર માટે એક મોટી સિદ્ધિ હતી. રસપ્રદ વાત એ હતી કે તેમને આ ગેમ્સ માટેની શરૂઆતની ટીમમાં પસંદ કરાયા નહોતા પણ વિરોધ ઊભો થતાં તેમને ટીમમાં સમાવાયા હતા.

ડિન્કો સિંહે 1998માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને એ વર્ષે જ તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રમતમાં તેમના યોગદાન માટે તેમને 2013માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળમાં જોડાયેલા ડિન્કો સિંહ બોક્સીંગમાંથી નિવૃત્ત થયા પછી કોચ બની ગયા હતા.

ડિન્કો સિંહનું નિધન દેશના રમતજગત માટે મોટુ નુકસાન : ભારતીય બોક્સરો
ડિન્કો સિંહના નિધન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા એમસી મેરીકોમે કહ્યું હતું કે તેઓ એક રોકસ્ટાર હતા અને મને યાદ છે કે મણિપુરમાં તેમની ફાઇટ જોવા માટે હું લાઇનમાં ઊભી રહેતી હતી, તેઓ મારા નાયક હતા. આ એક મોટી ક્ષતિ છે. ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણને કહ્યું હતું કે આપણે એક દિગ્ગજને ગુમાવી દીધા છે. ભારતના પહેલા ઓલિમ્પિક્સ મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહે ટ્વિટ કર્યું હતું કે આ ક્ષતિ પર મારી હાર્દિક સંવેદના. તેમનું જીવન અને સંઘર્ષ ભાવિ પેઢી માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. રમત મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટ કર્યું હતું કે હું ડિન્કો સિંહના નિધનથી ઘણો દુખી છું, તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સરોમાંના એક હતા.

Related Posts