Business

ભારત સરકારે ડીઝલ પરથી ઘટાડ્યો ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

સરકારે ફરી એકવાર વિન્ડફોલ ટેક્સના (Windfall Tax) દરમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સરકારે ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. ડીઝલ (Diesel) અને એવિએશન ફ્યુઅલ (ATF) ની નિકાસ પરની ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના (Crude Oil) ઘટતા ભાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આનાથી તમારા ખિસ્સા પરનો બોજો ઓછો થશે તો તેવું શક્ય નથી. કારણ કે આ ટેક્સ ભારતમાંથી નિકાસ થતા તેલ પર લગાવવામાં આવે છે જેથી તેમાંથી ફાયદો પણ રિફાઈનરીને જ મળશે. સરકારે આ વર્ષે જુલાઈથી ભારતમાંથી નિકાસ (Export) થતા પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. સરકારના આ નિર્ણયની અસર રિલાયન્સ, નાયરા એજન્સી જેવી કંપનીઓ પર પડશે. રિલાયન્સ (Reliance) જેવી રિફાઈન્ડ ઈંધણની નિકાસ કરતી કંપનીઓને ફાયદો કે પછી નુકસાન થઈ શકે છે. આ સિવાય રોઝનેફ્ટની કંપની નાયરા એનર્જી પર પણ નવા નિર્ણયની અસર થશે. આ બંને કંપનીઓ મળીને લગભગ 85 ટકા ઇંધણની નિકાસ કરે છે.

સરકારે જુલાઈથી આ સિસ્ટમ લાગુ કરી હતી. જેની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવે છે. પાંચમાં પખવાડિયાની સમીક્ષામાં સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ રૂ. 13,300 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 10,500 પ્રતિ ટન કર્યો હતો. આ સિવાય ડીઝલની નિકાસ પરની ડ્યૂટી 13.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. તેમજ એરક્રાફ્ટ ફ્યુઅલની નિકાસ પરની ડ્યુટી 9 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. નવા દરો 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

ક્રૂડ ઓઈલના ઘટતા ભાવને કારણે આ નિર્ણય લેવાયો છે
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ છ મહિનાના નીચલા સ્તરે આવી ગયા છે. તેના કારણે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં ભારત દ્વારા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $92.67 પ્રતિ બેરલ હતી જે અગાઉના મહિનામાં $97.40 પ્રતિ બેરલ હતી.

1 જુલાઈના રોજ સરકારે પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર નિકાસ ડ્યુટી લગાવી હતી. આ ઉપરાંત સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર પ્રતિ ટન રૂ. 23,250નો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. આ સાથે ભારત એ દેશોમાં સામેલ થઈ ગયું જેઓ ઉર્જા કંપનીઓ પર વિન્ડફોલ ગેઈન ટેક્સ લગાવતા હતા. જોકે ત્યારપછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમાઈ આવી છે. આનાથી તેલ ઉત્પાદકો અને રિફાઇનરીઓ બંનેના નફાના માર્જિન પર અસર પડી.

સ્થાનિક કાચા તેલના ઉત્પાદન પર રાહત
સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ 13,300 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. સરકારે 2 ઓગસ્ટે ડીઝલની નિકાસ પરનો ટેક્સ 11 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કર્યો હતો. જ્યારે ATF પર તેને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે પેટ્રોલની નિકાસ પર શૂન્ય કર ચાલુ રાખ્યો હતો પરંતુ સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ પરનો ટેક્સ 17,000 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 17,750 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.

ટેક્સ શા માટે લાદવામાં આવ્યો
1 જુલાઈના રોજ આ ટેક્સ લાદતી વખતે સરકારે કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભયંકર રીતે વધારો થવાને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલના છૂટક ભાવમાં થતા વધારાને રોકવા માટે નિકાસ પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. આનો હેતુ કંપનીઓને સ્થાનિક બજારમાં રિફાઈન્ડ ઈંધણનો ઉપયોગ કરવાને બદલે તેને અહીં નિકાસ કરવાનો હતો. જેથી સપ્લાય વધુ સારી થઈ શકે અને કિંમતો ઘટાડી શકાય. આ વધારાના ટેક્સના અમલથી ઓઈલ કંપનીઓ તેનો વિરોધ કરી રહી હતી.

Most Popular

To Top