Gujarat Main

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પણ મુકાવી કોરોના રસી : પ્રથમ ડોઝ મેળવી કહી આ વાત

ગાંધીનગર: ભારતમાં હાલ મહામારી (COVID PANDEMIC) સામે માનવબળ કામે લાગ્યું છે, અને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINATION)ના બીજા તબક્કામાં હવે નેતાઓ પણ આગળ આવી રસીકરણ બાદ લોકોને પણ અપીલ કરી રહ્યા છે, પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ પોતાની રસીકરણનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી લોકોને અપીલ કરી હતી જેથી અન્ય રાજ્યના નેતાઓ પણ સામે આવી લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત (GUJARAT) રાજ્યમાં પણ આ તબક્કાની પુરજોશમાં રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પોતે રસીકરણ બાદ લોકોને પણ આગળ આવી રસીનો ડોઝ લેવા અપીલ કરી છે.

“કોરોના રસી લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ” : નીતિન પટેલ

તેમણે સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA) પર પોતાની રસીકરણની તસવીરો શેર કરતા લખ્યું છે કે “અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોરોના રસી લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ”

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્ની (WIFE) સુલોચનાબેન સાથે અમદાવાદની સોલા સોવોલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, જેમાં તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેમને અને તેમની પત્નીને સુરક્ષિત રીતે વેક્સીન આપવામાં આવી હોય કોઈ પણ આડઅસર થઇ ન હોવાની વાત પણ સામે આવી છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલ આ વેક્સિનેશનને પગલે સિનિયર સિટિઝનમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં હાલ પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા નોંધનીય 11 લાખને પાર કરી ગઈ છે. જેમાં અત્યાર સુધી કોઈને પણ ગંભીર આડ અસર ધ્યાને આવી નથી. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની સોલા સિવિલમાં કોરોના વેક્સિનેશન માટે બે અલગ અલગ રૂમ રાખવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 374 વૃદ્ધો(SENIOR CITIZEN) ને પણ રસી આપવામાં આવી છે..

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં 1 લી માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કામાં સરકારી સાથે ખાનગી હોસ્પિટલ (PRIVATE HOSPITAL)માં પણ રસીકરણ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં સ્વખર્ચે રસી લઇ શકાય છે, વૃદ્ધો માટે સરકારીમાં વિનામૂલ્યે તો ખાનગીમાં પ્રતિ ડોઝ 250 રૂપિયાની વ્યાજબી કિંમતે જીવલેણ વાયરસ વિરોધી રસીનો લાભ લઇ શકાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top