National

મૃત પિતાને જીવતા કરવાના અંધવિશ્વાસ સાથે મહિલા બે મહિનાના બાળકને બલિ આપવા ઉંચકી ગઈ

નવી દિલ્હી: (New Delhi) બાળકનું ભાગ્ય કહો કે તે મોતના મુખમાંથી પાછો ફર્યો નહીં તો તેની બલિ આપવામાં આવી હોત. દેશના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં (Backward Areas) જાદુ-ટોણા અને અંધવિશ્વાસ (Superstition) વચ્ચે અનેક ભયજનક પરાક્રમો આચરવામાં આવતા હોવાની ચર્ચા છે પરંતુ આ ઘટના તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બની છે. એક મહિલા બે મહિનાના બાળકને (Two Month Old Baby) ઉંચકી ગઈ કારણ કે તે તેના મૃત પિતાને જીવંત કરવા માટે ભ્રમિત હતી. તે વિચારતી હતી કે જીવન માટે જીવન બદલી શકાય (Exchanged For Life) છે. એટલેકે જો તે બાળકનો બલિ આપશે તો તેના પિતાનું જીવન પાછું આવશે. આખી વાત જાણીને તમે પણ અંદરથી હચમચી જશો અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે આવા લોકો આપણી વચ્ચે પણ હોઈ શકે છે!

24 કલાકમાં બાળક મળી આવ્યું
દક્ષિણ પૂર્વ જિલ્લાની અમર કોલોની પોલીસે બે મહિનાના માસૂમ બાળકના અપહરણના સનસનાટીભર્યા કેસને ઉકેલી લીધો છે. 24 કલાકની મહેનત બાદ પોલીસે બાળકને કોઈ નુકસાન કર્યા વિના બચાવ્યું હતું. આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જો તમે આખી વાર્તા જાણશો તો તમારા મનમાં પણ ખળભળાટ મચી જશે. ડીસીપીના જણાવ્યા અનુસાર અમર કોલોની પોલીસને 1 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે માહિતી મળી હતી કે ગઢી વિસ્તારમાંથી બે મહિનાના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. આઈપીસી કલમ 328/363 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

બાળકની માતા સાથે મિત્રતા કર્યા બાદ કર્યું શરમજનક કામ
બાળકની માતાએ જણાવ્યું કે તે આ મહિલાને સફદરજંગ હોસ્પિટલમાં મળી હતી. તેણીએ માતા અને બાળ સંભાળ માટે કામ કરતી એનજીઓના સભ્ય તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. તેણીએ વચન આપ્યું હતું કે તે માતા અને બાળકને મફત દવા અને કાઉન્સેલિંગ આપશે. તે નવજાત શિશુના વિકાસની તપાસ કરવાના બહાને તેમની પાછળ પડી હતી.

માતાને વિશ્વાસમાં લઈને તે બાળક સાથે ભાગી ગઈ હતી
9 નવેમ્બરના રોજ તે બાળકની તપાસ કરવા ગઢીના મામરાજ મોહલ્લામાં તેના ઘરે આવી હતી. બીજા દિવસે 10 નવેમ્બરે તે ફરી ઘરે આવી હતી. સરળ વાત કરીને તેણે બાળકની માતાને વિશ્વાસમાં લીધી અને કહ્યું કે તે બાળકને બહાર ફરવા લઈ જવા માંગે છે. બાળકની માતાએ 21 વર્ષની ભત્રીજીને તેની સાથે જવા કહ્યું. તે પછી મહિલા ગઢીના લીમડા ચોક પહોંચી અને નવજાત બાળકને ભત્રીજી સાથે તેની સ્વિફ્ટ કારમાં લઈ ગઈ. રસ્તામાં ભત્રીજીને ઠંડુ પીણું પીવડાવવામાં આવ્યું જેના કારણે તે બેહોશ થઈ ગઈ. ત્યારબાદ તેણે તેને ગાઝિયાબાદમાં રસ્તામાં ફેંકી દીધી. ભાનમાં આવ્યા બાદ તેણે પરિવારને જાણ કરી કે બાળકનું અપહરણ થયું છે.

વાહનનો રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરવામાં આવ્યો
ઘટના બાદ તુરંત પોલીસ બોલાવવામાં આવી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. ફૂટેજ તપાસ્યા બાદ અપહરણકર્તાના વાહનનો રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો. સરનામું અને વિગતો જાહેર થયા પછી સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ મહિલા ત્યાં નહોતી. સાંજે લગભગ 4 વાગે અપહરણકર્તાઓ આર્ય સમાજ મંદિર, કોટલા મુબારકપુર, દિલ્હી નજીક આવશે તેવી માહિતી મળી હતી. માહિતીના આધારે ટીમે ફરીથી દરોડો પાડ્યો હતો. અન્ય અનેક સ્થળોએ પણ દરોડા ચાલુ રહ્યા હતા. આખરે ટીમે મહિલાને પકડી લીધી અને બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાનું નામ શ્વેતા છે અને તેની ઉંમર લગભગ 25 વર્ષની છે. તે દક્ષિણ દિલ્હીના કોટલા મુબારકપુરની રહેવાસી છે.

મૃત પિતાને જીવંત કરવાની ઘેલછા હતી
પૂછપરછ દરમિયાન શ્વેતાએ પોલીસને જણાવ્યું કે તેના પિતાનું આ વર્ષે ઓક્ટોબરમાં અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર દરમિયાન તેને કોઈએ જણાવ્યું હતું કે એક શિશુનું બલિદાન આપીને પિતાને સજીવન કરી શકાય છે. આ અંધશ્રદ્ધાને અંજામ આપવા માટે તેણે આ વિસ્તારમાં નવજાત છોકરાની શોધ શરૂ કરી. તેણી પ્રસૂતિ વોર્ડમાં સફદરજંગ હોસ્પિટલમાં ગઈ અને પોતાને એનજીઓની કાર્યકારી સભ્ય તરીકે ઓળખાવી. વિશ્વાસ જીત્યા બાદ તે બાળકનું અપહરણ કરવામાં સફળ રહી હતી. શ્વેતાએ 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે માતા સાથે રહેતી હતી. ભૂતકાળમાં પણ તે લૂંટ અને ચોરીના બે કેસમાં સંડોવાયેલી છે.

Most Popular

To Top