National

‘પતંજલિ’ની આ પાંચ પ્રોડક્ટની જાહેરાતો કરવા ઉપર મુક્યો બેન

નવી દિલ્હી : ઉત્તરાખંડ અધિકારીઓ (Uttarakhand Officer) દ્વારા યોગ ગુરુ (Yoga Guru) રામદેવ દ્વારા સ્થાપિત પાતાંજલિ (Patanjali) દિવ્ય ફાર્મસીને (Divine Pharmacy) તેના પાંચ ઉત્પાદનોના (products) પ્રચાર ઉપરાંત તેની એફવર્ટાઇઝને રોકવાનો આદેશ કર્યો છે. જોકે આ આદેશ બાદ કંપનીએ આવા કોઈ પણ રોકની નોટિસ ન મળી હોવાનો રદિયો આપ્યો હતો. આને કહ્યું હતું કે આ પ્રકારની ખોટી હવા ‘આયુર્વેદિક માફિયા અને વિરોધીઓની ચાલ હોવાનો પ્રત્યારોપ લગાવ્યો છે.રિપોર્ટ મુજબ, ઉત્તરાખંડની આયુર્વૈદિક અને યુનાની સેવાઓ તરફથી એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં પાંચ જેટલા ઉત્પાદનો પૈકી દિવ્ય મધુગ્રિત,દિવ્ય આઈગ્રેટ ગોલ્ડ,દિવ્યા થાઇરોગ્રીટ અને દિવ્યા લિપિડોમ નામક ઉત્પાદો અને તેની જાહેરાતોને બંધ કરી દેવા માટેના આદેશો આપ્યા છે.પણ પતંજલિના દવા મુજબ આ ઉત્પાદનો મધુમેહ,આંખોના ચેપ,થાઇરોઇડ અને બાલ્ડ પ્રેશરને રોકવામાં મદદ કરે છે.

લાઇસન્સ અધિકારીઓ ઉત્પાદનો,દવાઓના ફોર્મ્યુલા શીટની સંપૂર્ણ ચકાસણી કરશે
પત્રમાં લાઇસન્સ અધીરીના જણાવ્યા મુજબ આયુર્વૈદિક નિયમકો દ્વારા બનેલી એક ટિમ ઉપરોક્ત દવાઓના ફોર્મ્યુલેશન શીટની પુરેપુરી ખરાઈ-ચોકસાઈ અને ચકાસણી પણ કરશે અને ભવિષ્યમાં પતંજલિની માલિકી વાળી દિવ્ય ફાર્મર્સીએ તેના પ્રચાર માટે મંજૂરી લેવાની જરૂર રહેશે. એક રિપોર્ટ મુજબ જો આ મંજૂરી વગર જો જાહેરાતો ચાલતી હશે તો કંપની ડ્રગસ અને મેજીક રેંમેંડીઝ (આપત્તિ જનક જાહેરાતો ) અધિનિયમન અને ડ્રગસ એન્ડ કોસ્મેટિક એક્ટના નિયમ 170 ,જે વિશેષ રીતે આયુરવૈદિક યુનાની અને સિદ્ધ ઉત્પાદનો સંબધિત ભ્રામક જાહેરાતો સંબંધે હોવાને કારણે દંડ સ્વરૂપે વસૂલીની પણ જોગવાઈ કરશે.

પતંજલિએ તેના પછીના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને પત્રની કોપી મળી નથી
પતંજલિએ તેના પછીના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને પત્રની કોપી મળી નથી પરંતુ તેણે આરોપ લગાવ્યો છે કે,તે પ્રસારિત કરાયેલું ”કાવતરું” હતું. આમાં પતંજલિએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પતંજલિ દ્વારા બનાવવામાં આવતી તમામ પ્રોડક્ટ્સ અને દવાઓ 500 થી વધુ વૈજ્ઞાનિકોની મદદથી નિર્ધારિત માપદંડોને અનુસરીને બનાવવામાં આવે છે, જેમાં આયુર્વેદ પરંપરામાં ઉચ્ચતમ સંશોધન અને ગુણવત્તા સાથે તમામ વૈધાનિક પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવામાં આવે છે.

અગાઉ હરિદ્વારના ડ્રગ ઇન્સ્પેક્ટરને દિવ્યા ફાર્મસી સામે પગલાં લેવા સૂચના આપી હતી
રામદેવની કંપનીએ વહીવટીતંત્રને કથિત કાવતરાખોરો સામે પગલાં લેવાની માંગ કરી હતી, જેમાં નિષ્ફળ જવાથી તેઓ તેને થયેલા “સંસ્થાકીય નુકસાન”ની વસૂલાત માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે. અગાઉ જુલાઈમાં પતંજલિ યોગપીઠના એક એકમ દિવ્યા ફાર્મસી કં., પરંતુ ગેરમાર્ગે દોરવાને કારણે. તેના આયુર્વેદિક ઉત્પાદનોની જાહેરાતો, આયુર્વેદ અને યુનાની સેવાઓના લાયસન્સિંગ અધિકારીએ હરિદ્વારના ડ્રગ ઇન્સ્પેક્ટરને દિવ્યા ફાર્મસી સામે પગલાં લેવા સૂચના આપી હતી.

Most Popular

To Top