Dakshin Gujarat

અંકલેશ્વરના પાનોલીની ન્યૂ પેક એગ્રોકેમ કંપનીમાં દરોડા, 20 લાખની GST ચોરી ઝડપાઇ

અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં (Ankleshwar) આવેલી પાનોલી GIDCની (Panoli Gidc) ન્યૂ પેક એગ્રોકેમ કંપનીમાં (New Pack Agrochem ) સવારથી GST વિભાગના દરોડા પડ્યા હતા. તો બીજી તરફ કંપનીમાં રખાયેલા કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ (Chemical Plastic Waste) ભરેલો ટેમ્પો ઝડપાતાં GPCBએ પરત કંપનીમાં ખાલી કરાવી તાત્કાલિક અસરથી કંપની અને ભંગારિયાને શોકોઝ નોટિસ પાઠવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઔદ્યોગિક વસાહત બહોળા પ્રમાણમાં ધરાવતા ઉદ્યોગ નગર અંકલેશ્વરમાં આવેલી પાનોલી GIDCમાં આવેલી ન્યૂ પેક એગ્રોકેમ કંપનીમાં તા.9 નવેમ્બરે સવારે અંદાજિત 11 કલાકે GST વિભાગના દરોડા પડ્યા હતા, જેમાં કંપની દ્વારા મટિરિયલની આયાસ-નિકાસમાં મોટાપાયે GST વિભાગની ચોરી સામે આવી હતી.

કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલો આઇસર ટેમ્પો ઝડપાઈ ગયો
સૂત્રીય માહિતી પ્રમાણે GST વિભાગે અંદાજિત 20 ઉપરાંતની GST ભરપાઈ કરાવી હતી. તો તે જ સમયે કંપની દ્વારા અનધિકૃત રીતે કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલો આઇસર ટેમ્પો નવજીવન હોટેલ પાસેથી ઝડપાઈ ગયો હતો. આ મામલે જાગૃત નાગરિક દ્વારા GPCBનો સંપર્ક કરાતાં GPCBએ ઘટના સ્થળે દોડી આવી કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા ટેમ્પોને કંપનીને પરત ખાલી કરાવ્યો હતો. GPCBએ કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટના નમૂના લઇ વડી કચેરી ખાતે મોકલી આપી કંપની અને ભંગારિયાને તાત્કાલિક અસરથી શોકોઝ નોટિસ પાઠવી હતી. સાથે વડી કચેરી ખાતેથી હુકમ આવ્યા બાદ ક્લોઝર આપવાની તજવીજ સાથે કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટને ધારાધોરણ મુજબ નિકાલ કરવાની કંપની સત્તાધીશોને સૂચના આપી હતી.

કડોદરાથી ૭૮ હજારનો દારૂ ઝડપાયો, ત્રણ વોન્ટેડ

પલસાણા: સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ત્યારે તેમને બાતમી મળી હતી કે, કડોદરાની ગીત મહેલ ટોકીઝ પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. આથી એલસીબીએ સ્થળ પર જઇ ૭૮ હજારનો વિદેશી દારૂ કબજે કરી ગુનામાં સંડોવાયેલા ૩ ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.કડોદરા ગામે ક્રિષ્ણાનગર સ્થિત ગીત મહેલ ટોકીઝ પાસે ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. અને તે માલ સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતાં દારૂની મળી કુલ ૯૮૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા રીન્કુ દુબે, તેનો માણસ નીરજ તથા મોપેડ પર પાછળ બેઠલા એક અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top